આજના યુગનો માનવી ચાંદ પર જઇને આવ્યો છે. તેથી જ માનવ માનવ વચ્ચે વ્યવહાર વધતો જાય છે. આધુનિક યુગમાં મોટું પરિવર્તન થયું છે પરંતુ કેટલાક સમાજમાં નાત જાતને લઇને કોઇ પરિવર્તન હજુ સુધી આવ્યું નથી. શું એનામાં પણ પરિવતરન આવે એ વિશે વિચાર્યું છે ખરું? આજે શાળા, કોલેજ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં છોકરા-છોકરીઓ સાથે બેસે છે.
વ્યવહાર કરે છે તેમજ એકબીજાને મદદરૂપ થાય છે. પરંતુ જયારે નાત જાતની વાત આવે ત્યારે કેટલાક લોકોને અણગમો થાય છે. લગ્નની બાબતમાં તે વિશેષ જોવામાં આવે છે. એક પાત્ર બીજા પાત્રને ગમતું હોવા છતાં પણ નાત-જાતના કારણે ત્યાં પૂર્ણવિરામ મૂકવું પડે છે. જયારે સરહદ પર લડતા સૈનિકોને કોઇએ પૂછયું છે કે તમે કયા વર્ણના છો? તો લગ્નની બાબતમાં કેમ નાત જાત જોવામાં આવે છે? શું આમાં પરિવર્તન લાવી શકાય?
ભરૂચ – આરતીબેન પઢિયાર -આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.