Shinor

સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ

શિનોર: વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી વડોદરા અને તાલુકા હેલ્થ ઓફીસ શિનોર તેમજ સાધલી ગ્રામ પંચાયતના સહયોગથી એસ.એસ.જી. હોસ્પિટલ,બ્લડ બેંક,વડોદરા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.

સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં મૂકવામાં આવેલી નવી એમ્બ્યુલન્સને કુમકુમ તિલક કરી ફૂલહારથી વધાવીને લીલી ઝંડી આપી સાધલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ મનીષા બેન પટેલના હસ્તે પ્રસ્થાન કરાવાયું હતું.
આ બ્લડ કેમ્પ માં ટોટલ 40 યુનિટ બ્લડ એકત્ર કરાયું હતું. જેમાં આજુબાજુ ગામના વડીલો સાધલી ગામના વડીલોએ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરી માનવતા મહેકાવી હતી. તાલુકા હેલ્થ ઓફિસરના હસ્તે બ્લડ ડોનેટ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું આશા વર્કરોનો સાથ અને સહકાર રહ્યો હતો…

Most Popular

To Top