Columns

સાથે મળીને

પંચતંત્રની વાર્તા છે – એક નદી કાંઠે એક સુંદર અને થોડું વિચિત્ર પંખી રહેતું હતું.તેને એક શરીર અને બે મુખ હતાં.બધાં તે પંખીને જોવા માટે આવતાં અને તેના જેવું બીજું કોઈ પંખી હતું જ નહિ.એક દિવસ પંખી ઊડતું ઊડતું દૂરના દરિયા કાંઠે પહોંચ્યું અને ત્યાં તેને એક સુંદર લાલ રંગનું ફળ દેખાયું.

પંખી ફળ પાસે ગયું અને બે મુખમાંથી એક મુખે ચાંચ મારી તે ફળ ચાખ્યું.ફળ ચાખી તો તે મુખ ખુશખુશાલ થઈ ગયું. બોલ્યું, ‘આટલું સ્વાદિષ્ટ ફળ મેં આજ સુધી ચાખ્યું જ નથી.જાણે અમૃત વેલનું ફળ હોય તેટલું સ્વાદિષ્ટ છે.’આ ફળ મેળવી મુખ તેને ખાવા લાગ્યું. બીજા મુખે કહ્યું, ‘બહુ સ્વાદિષ્ટ ફળ છે તો મને પણ તેનો આનંદ લેવા દે.’પહેલા મુખે કહ્યું , ‘અજાણ્યા ફળને ચાખવાની હિંમત મેં કરી અને આમ તો આપણું પેટ એક જ છે જે આ ફળ ખાવાથી તૃપ્ત થયું છે.તારે ફળ ખાવાની કંઈ જરૂર નથી.’અને તે બાકીનું ફળ ખાઈ ગયું અને એક ટુકડો પોતાની પ્રેયસીને આપ્યો.’

પંખી ઊડીને પોતાના નદી કાંઠાના ઘરે આવી ગયું.પણ બીજું મુખ પોતાનો તિરસ્કાર અને અપમાન ભૂલ્યું નહિ અને રોજ તેનો બદલો લેવાનો રસ્તો વિચારવા લાગ્યું.તેને કોઈ રસ્તો મળતો ન હતો.થોડા દિવસ પછી પંખી દૂર દૂરનાં જંગલોમાં ગયું.ત્યાં જોયું તો એક ઝાડ નીચે થોડાં પંખીઓ મરેલાં પડ્યાં હતાં.પંખી સમજી ગયું કે આ ઝાડના ફળ ઝેરી લાગે છે.બીજા મુખ જે અપમાનનો બદલો લેવા માંગતું હતું તેણે વિચાર્યું કે લાવ, હું આ ફળ ખાઉં જેથી આ પહેલા મુખને મારા અપમાનની બરાબર સજા મળે.બીજા મુખે ઝાડનાં ઝેરી ફળ પર ચાંચ મારી.પહેલા મુખે તેને કહ્યું, ‘અરે, તું આ શું કરે છે.જોતો નથી, આ બધાં પંખીઓ અહીં મરેલાં પડ્યાં છે. નક્કી આ ફળ ઝેરી હશે.

નહિ ખા.’બીજા મુખે કહ્યું, ‘ના, હું તો ખાઇશ,તે દિવસે તે અમૃતફળ મને આપ્યું ન હતું. હું આ ઝેરી ફળ ખાઈ તેનો બદલો લઈશ.’

પહેલા મુખે કહ્યું, ‘અરે, પણ તું આ ઝેરી ફળ કહીશ તો હું એકલો નહિ આપણે બન્ને મરી જઈશું.અરે, સમજ આપણે માત્ર મુખ બે છીએ પણ શરીર એક છે.’

બીજું મુખ ન માન્યું અને તેણે પહેલા મુખે રોકવાની ઘણી કોશિશ કરી છતાં તે ઝેરી ફળ ખાધું અને પરિણામ તે બે મુખવાળું પંખી મૃત્યુ પામ્યું.

સંસારમાં ઘણાં કામ છે જે વેરમાં અંધ બની વગર વિચારે ન કરવાં જોઈએ.એકલા સ્વાદિષ્ટ ભોજન ન કરવું. હંમેશાં વહેંચીને ખાવું.હંમેશાં બધા સાથે હળી મળીને રહેવું.મુશ્કેલીઓનો સામનો સાથે મળી કરવો.અજાણ્યા માર્ગ પર એકબીજાના સાથી બનવું.ખોટી લડાઈ અને વેર જીવનનો અને ખુશીઓનો અંત લાવે છે.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top