Vadodara

સાતમા દિવસે શહેરના આઠ કૃત્રિમ તળાવોમાં શ્રીજીનુ મોડી રાત સુધી વિસર્જન…

ગણેશચતુર્થી થી શહેરમા નાનાં મોટાં શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી જાણે શહેર આખું શ્રીજીમય બન્યું હોય તેવું જણાયુ હતું સંસ્કારી નગરીમાં કેટલાક શ્રધ્ધાળુઓ દ્વારા દોઢ દિવસના અંતે, ત્રણ દિવસ, પાંચમા દિવસે શહેરના વિવિધ આઠ કૃત્રિમ તળાવોમાં શ્રીજીનુ વાજતેગાજતે ભક્તિસભર રીતે શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગતરોજ શુક્રવારે સાતમા દિવસે બપોર બાદ શહેરમાં સ્થાપિત કરવામાં આવેલા જૂનીગઢી સહિતના અનેક નાના મોટા શ્રીજીનુ શહેરના વિવિધ વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. લોકોએ ભાવવિભોર બની શ્રીજને ‘ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તુ જલ્દી આ’ સાથે વિસર્જન કર્યું હતું. લોકોએ પોતાના કાર, ટુ વ્હિલર, લારીઓ, ટેમ્પો સહિતના સાધનોમાં કૃત્રિમ તળાવો ખાતે શ્રીજીનુ વિસર્જન કર્યું હતું. સાતમા તથા દસમા અને અગિયારમા દિવસના વિસર્જન પણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ માટે આ સાતમા દિવસનું વિસર્જન એ એક ટેસ્ટ સમાન હતું. શહેર પોલીસ તથા ટ્રાફિક પોલીસ દ્વારા અન્ય નાગરિકોને તકલીફ ન પડે તથા શાંતિપૂર્ણ રીતે વિસર્જન સંપન્ન થાય તે માટે તમામ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જ્યારે બીજી તરફ પાલિકા તંત્ર દ્વારા શહેરના રાજમાર્ગો પર પડેલા ખાડાઓ પર રાતોરાત પેચવર્ક કરી રસ્તા પર સફાઇ, દવા છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી હતી.શહેરના આઠેય કૃત્રિમ તળાવો ખાતે તરાપા, લાઇટની,નિર્માલ્ય માટે ડસ્ટબીન, એમ્બ્યુલન્સ, સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.

Most Popular

To Top