વડોદરા
બે દિવસ પૂર્વે સાકરદા ખાતે થયેલા અકસ્માતમાં 48 વર્ષીય પુરુષનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મૂળ અડાસ ખાતે રહેતા એક જ પરિવારના 34 જેટલા લોકો મામેરુ લઈને સાવલી તાલુકાના ગામમાં જઈ રહ્યા હતા તે દરમિયાન સાકરદા ખાતે ગમાખવાર અકસ્માત સર્જાયો હતો. જેમાં આઇસર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 34 લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. જે પૈકી પાંચનું ઘટનાના દિવસે જ મોત નિપજ્યું હતું ત્યારે આજે વધુ એક ઇજાગ્રસ્તનું મોત નીપજતા મૃત્યુ આંક છ એ પહોંચ્યો હતો. જ્યારે અન્ય હજી પણ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. સયાજી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દિલીપસિંહ રાજ (ઉ.વ.48) પણ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા અને આજે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.