શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ અને 4 ના રિપોર્ટ પેન્ડિંગ છે. તેમજ સાંજે વધુ 6 ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
સેન્ટ્રલ ઝોનના ટેક્સટાઈલ માર્કેટના 18 વર્ષના યુવક કે જેઓ યુપીથી પરત ફર્યા હતા તેઓને ત્રીજી એપ્રિલે સ્મીમેરમાં દાખલ કરાયા છે
પીપલોદના 53 વર્ષના પુરૂષ કે જેઓની કોઈ ટ્રાવેલ હીસ્ટ્રી નથી. જેઓને ત્રીજી એપ્રિલે મૈત્રીય હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
કતારગામના 48 વર્ષના પુરૂષ કે જેઓની કોઈ ટ્રાવેલ હીસ્ટ્રી નથી. જેઓને ત્રીજી સ્મીમેરમાં દાખલ કરાયા છે.