નોટબંધી પછી અમલમાં આવેલ નવી ચલણી નોટોનો ઉપયોગ આપણે બધાએ જ કર્યો છે. નવા રૂપ – રંગ અને આકર્ષક દેખાવની આવી ઘણી – બધી ચલણી નોટો આપણી પાસે હશે. પરંતુ આપણે કયારેય એને આગળ – પાછળ ફેરવીને પૂર્ણ રૂપથી નિહાળવાનો પ્રયત્ન કર્યો છે? ચલણી નોટોની પાછળ કેટલાક સ્મારક ચિહનો હોય છે.
આ સ્મારકો પાછળનું કારણ જાણવાનો આપણે કયારેય પ્રયત્ન કર્યો છે? આ ચલણી નોટોમાંથી એક એટલે કે કેસરી રંગની આકર્ષક એવી રૂા. ૨૦૦ ની નોટ. તેની પાછળ સાંચીનો સ્તુપ છે. સાંચીનો સ્તુપ રૂા. ૨૦૦ ની જ નોટ પાછળ કેમ? બીજી કોઇ નોટની પાછળ કેમ નહી? તેનું કારણ એ છે કે સાંચીનો સ્તુપ મધ્યપ્રદેશના ભોપાલમાં રાયસેન જિલ્લામાં આવેલો છે.
ઇ.સ. પૂર્વે તીસરી સદીમાં મોર્યશાસક અશોકે તેનું નિર્માણ કરાવ્યું હતું. જેમાં ભગવાન બુધ્ધના અવશેષો સુરક્ષિત કરવામાં આવ્યા હતા. પરંતુ ગોળાર્ધ આકારના આ સ્તુપની શોધ ઇ.સ. ૧૮૧૮ માં જોર્નલ ટાયલરે કરી. જયારે રૂા. ૨૦૦ ની નોટ ૨૦૧૮ માં અમલમાં આવી. એટલે કે સાંચીના સ્તુપની શોધને બરાબર ૨૦૦ વર્ષ થયા હતા. જેથી ૨૦૦ વર્ષ પછી ૨૦૦ રૂા. ની નોટની પાછળ ફરી પાછો સાંચીનો સ્તુપ ઐતિહાસિક સ્મારક તરીકે સ્થાન પામ્યો.
અમરોલી પાયલ વી. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.