Vadodara

સરદાર એસ્ટેટ વિસ્તારમાં ઈંટોભરેલી ટ્રક ભૂવામાં ગરકાવ

વડોદરા, તા.16
વધુ એક વખત વડોદરા મહાનગર પાલિકાની બેદરકારી છતી થઈ છે. શહેરના પૂર્વ વિસ્તાર સરદાર એસ્ટેટ પાસેથી પસાર થઈ રહેલા ઈંટો ભરેલી ટ્રકનું ટાયર રસ્તામાં બેસી જતા તંત્ર સામે સવાલો ઉઠવા પામ્યા હતા. જ્યારે ઈંટો ઢળી પડવા સાથે ટ્રકને પણ નુકસાન પહોંચ્યું હતું.
સ્માર્ટ સીટી વડોદરામાં હજી તો ઉનાળાની શરૂ થઈ છે. ત્યાંતો પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલીભગતનો ઉત્તમ નમૂનો શહેરના પૂર્વ વિસ્તારમાં જોવા મળ્યો હતો. સરદાર એસ્ટેટ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી ઈંટો ભરેલી ટ્રકનું ટાયર રસ્તામાં ગરકાવ થતા ટ્રક નમી પડ્યો હતો. અને માર્ગ પર ઈંટો પડી ગઈ હતી. જેને લઇને રસ્તાની ગુણવત્તાને લઇને તંત્ર સામે સવાલો ઉઠવા પામ્યા છે. વડોદરામાં ખાડા-ભુવા પડી જવાની ઘટનાઓ મોટા પ્રમાણમાં બનતી છે. પરંતુ વડોદરામાં તો રસ્તાની ગુણવત્તાની પોલ ખુલ્લી પડી છે. સરદાર એસ્ટેટ વિસ્તારમાં ઇંટો લઇ જતી ટ્રકનું આખું ટાયર રસ્તામાં ગરકાવ થતા ટ્રક ડ્રાઈવર અને ક્લીનરના જીવ પડીકે બંધાવા સાથે તેમનામાં પણ અચરજ ફેલાયું હતું કે રસ્તા પર કોઈ ખાડો નથી, કે નથી ગટર તો ટ્રક કેવી રીતે રોડ પર એક સાઈડ નમી ગયો. જોકે આ ઘટનાને લઈ પાલિકા તંત્રની બેદરકારી સપાટી પર આવવા પામી હતી.

Most Popular

To Top