વડોદરા શહેરમાં વસ્તીમાં વધારો થવા સાથે નવા વિસ્તારોનો પણ હરણફાળ ગતિએ વધારો થઇ રહ્યો છે. તેની સાથે જ ટ્રાફિકનું પણ ભારણ વધી ગયું છે. કોર્પોરેશને ટ્રાફિકના વધી રહેલા ભારણને ધ્યાનમાં લઈને સમા તળાવથી દુમાડ તરફના માર્ગ ઉપર રૂપિયા 56.00 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની કવાયત હાથ ધરી છે. મ્યુનિસિપલ કમિશનરે આ બ્રિજ બનાવવા માટે કેન્દ્ર સરકારની સર્વે એજન્સી દ્વારા તેયાર કરવામાં આવેલા ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ (ડી.પી.આર)ની સરકારમાંથી મંજૂરી મેળવી છે.
વસ્તી, વિસ્તાર અને વાહનોની સંખ્યા વધવા સાથે ટ્રાફિકનો પ્રશ્ન પણ ઉદભવ્યો છે, જેથી રાજ્ય સરકારે મહાનગર પાલિકાઓમાં 54 અને નગર પાલિકાઓમાં 21 મળી 75 ઓવરબ્રિજ બનાવવાનું આયોજન હાથ ધર્યું છે. જે મુજબ વડોદરા શહેરમાં વૃંદાવન ચાર રસ્તા, ખોડિયારનગર ચાર રસ્તા, સરદાર એસ્ટેટ ચાર રસ્તા, સંગમ ચાર રસ્તા, વાસણા રોડ ચાર રસ્તા, સમા ચાર રસ્તા અને માણેક પાર્ક ચાર રસ્તા જંકશનનો મળી 7 જંકશનો ઉપર ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવનાર છે. જે પૈકી સમા તળાવ પાસે નવો ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
સમા ફ્લાય ઓવર માટેનો ડી.પી.આર તૈયાર વડોદરા મહાનગર પાલિકા દ્વારા સમા તળાવ ચાર રસ્તા ખાતે ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે સરળ અને સુરક્ષિત વાહન વ્યવહારના અભ્યાસ માટે કેન્દ્ર સરકારની સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ (સી.આર.આર) પાસે સર્વે કરાવી ડિટેઇનલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો. જે રિપોર્ટને રાજ્ય સરકારના શહેરી મંત્રાલય તરફથી મંજૂરી મેળવવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક દરખાસ્ત તૈયાર કરી સ્થાયિ સમિતીમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવી જે મંજૂર કરી ઓવર બ્રિજ બનાવવા મંજૂરી મળી હતી.
વડોદરા કોર્પોરેશન દ્વારા એક્સપ્રેસવે તરફથી આવતા વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે. વિશ્વામિત્રી નદી ઉપર બ્રિજ અને નર્મદા કેનાલ ઉપર બ્રિજ હોવાના કારણે સમાથી હરણી તરફ ઉત્તર પૂર્વ અને જોડતા નવા ટ્રાફિક લિંક તથા ટ્રાફિકના ભારણને ધ્યાનમાં લેતા વર્ષ 2027 સુધીમાં બ્રિજની કામગીરી પૂર્ણ કરવાનું અનુમાન છે. ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા આયોજન હાથ ધર્યું છે. આ બ્રિજ પાછળ અંદાજે રૂપિયા 56કરોડ ખર્ચ થશે. અમીતનગર સર્કલથી દુમાડ સુધીના 30 મીટર રોડ ઉપર બનાવવામાં આવનાર આ ફ્લાય ઓવર બ્રિજની લંબાઇ 560 મીટર અને પહોળાઇ 16.80 મીટરની રહેશે. બ્રિજની આજુ બાજુમાં 5.6 મીટરનો સર્વિસ રોડ બનાવવામાં આવશે અને 1 મીટર જગ્યા ઉપર ફૂટપાથ બનાવવામાં આવશે. આ ઓવર બ્રિજ 24 થી 26 પીલ્લર પર બનાવવામાં આવશે.
સમા તળાવ ચાર રસ્તા ઉપર રૂ. 56.00 કરોડના ખર્ચે ઓવર બ્રિજ બનાવવા કવાયત શરૂ
By
Posted on