કુછ કુછ હોતા હૈ, હર દિલ જો પ્યાર કરેગા અને બાદલ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરનાર સના સઇદ હાલ શોકમાં છે કારણ કે, તેના પિતાનું નિધન થઇ ગયું છે અને દુ:ખની વાત તો એ છે કે, તેના પિતાના અંતિમ દર્શન માટે પણ તે જઇ શકી નથી. લોકડાઉનના કારણે કર્ફ્યુ દરમિયાન તેના પિતા અબ્દુલ અહેમદ હનીફનું લાંબી માંદગી બાદ મોત થઇ ગયું. તે લોસ એન્જલીસમાં ફસાઇ ગઇ હોવાથી તે પિતાના અંતિમ દર્શન માટે જઇ શકી ન હતી, તેણે જણાવ્યું હતું કે તેના પિતા લાંબા સમયથી બિમાર હતા. તેમને ડાયાબિટિસ હતો અને તેમના શરીરના અનેક અંગ કામ કરતાં બંધ થઇ ગયા હતા. સનાએ જણાવ્યું હતું કે, જે સમયે તેને આ વાતની ખબર પડી ત્યારે લોસ એન્જેલીસમાં સવારના 7 વાગ્યા હતા અને તે સમયે તે માતા અને બહેનને મળવા માગતી હતી. જે પરિસ્થિતિમાં મેં મારા પિતાને ગુમાવ્યા તે ખૂબ જ દર્દનાક છે, જનતા કર્ફ્યુના દિવસે જ્યારે પિતાનું નિધન થયું ત્યારે ઘરવાળાએ તેજ દિવસે દફનવિધી કરવાનું નક્કી કરી દીધું હતું અને તેના માટે માત્ર 3 કલાકનો જ સમય હતો.
સના સઇદના પિતાનું નિધન
By
Posted on