સાવલી: સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં સાવલી પોલીસ મથકે 2023ની સાલમાં નોંધાયેલા દુષ્કર્મના ગુનામાં કેસ ચાલી જતા આરોપીને ૨૦ વર્ષની સજા અને રૂપિયા ૫૦ હજારનો દંડ ફટકાર્યો છે.
સાવલી પોલીસ મથકે ૨૮/૧૦/૨૦૨૩ના રોજ સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં ૧૩ વર્ષ ૫ માસની સગીરાને આરોપી જીગરભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ, રહે ખાખરીયા, તાલુકા સાવલી પટાવીને ફોસલાવીને સગીરા સાથે પ્રેમ સબંધ બાંધી તેને ભગાડી ગયો હતો . અમદાવાદ, હાલોલ અને સંખેડાના આનંદપુરા ગામે એમ અલગ અલગ જગ્યાએ લઈ જઈને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. તે ગુનાનો કેસ સાવલીની પોક્સો કોર્ટમાં ચાલી જતા જજ જે. એ.ઠક્કરે સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી હતી અને આરોપી જીગર લક્ષ્મણભાઈ ચૌહાણને તકસીરવાર ઠેરવ્યો હતો. તેને દુષ્કર્મ અને પોસ્કો નાં ગુનામાં ૨૦ વર્ષની સજા અને રૂપિયા 50 હજારનો દંડ ફટકાર્યો છે. ઇપીકો કલમ 363 મુજબ ત્રણ વર્ષની સખત સજા તેમજ ત્રણ હજાર રૂપિયાનો દંડ અને ઇપીકો કલમ 366 મુજબ પાંચ વર્ષની સજા અને રૂપિયા પાંચ હાજર નો દંડ ફટકાર્યો છે. આરોપી જે રકમ કોર્ટ માં જમા કરાવે તે ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવા હુકમ કર્યો છે. સાથે સાથે કોર્ટે ગુજરાત વિક્ટીમ કોમ્પનસેશન સ્કીમ મુજબ ભોગ બનનારને રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા જિલ્લા લીગલ ઓથોરિટી ને ભલામણ કરી છે.
તસવીરમાં સાવલીની પોક્સો કોર્ટ દ્વારા વીસ વર્ષ કેદની સજા પામેલ આરોપીની તસવીર નજરે પડે છે