દાહોદ તા.૨૪
સંસ્કૃતભારતી દાહોદ જનપદ દ્વારા દસ દિવસીય સંસ્કૃત સંભાષણ શિબિર અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું દાહોદ શહેરના મંડાવાવ રોડ ખાતે શ્રી સરસ્વતી વિદ્યા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ તારીખ 15 એપ્રિલથી તારીખ 25 મી એપ્રિલના કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સવારે 8:00 થી સવારના 10 કલાક સુધી પ્રતિદિન બે કલાકના સમયગાળા દરમિયાન આ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ગમાં માત્ર ૧૦ દિવસમાં જ નિઃશુલ્ક સંસ્કૃત બોલતા શીખવે છે. આ કાર્યક્રમમાં 42 જેટલા શિબિરાર્થીઓએ ઉત્સાહ અને ઉમંગભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમના અંતિમ દિવસે એટલે કે કાર્યક્રમના સમાપનના દિવસે કાર્યક્રમમાં વિશેષ રૂપે મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.