આમ તો વિચાર ન આવે, પણ ગણપતિ દાદાના આગમનમાં અનુભવ જોયો. આપણો ભારત દેશ સંસ્કૃતિ દેશ છે, પણ પશ્ચિમી દેશોનું અનુસરણ છેલ્લાં કેટલાંક વર્ષથી જોવાઇ રહ્યું છે. આપણે સાચા ખોટા કરવાના વિવાદોમાં ન જઇએ, દેશ આઝાદ છે, દરેકે શું કરવું એ પોતાના વિચારો છે, પરંતુ દુ:ખ તો ત્યાં થાય જયારે દેશમાં કોઈ ધાર્મિક તહેવાર હોય અને દર્શન માટે ગયેલા ફોટા જોઇ દુ:ખની લાગણી નથી અનુભવાતી? સામાન્ય માણસની શું વાત કરીએ, દેશ જેને આદર્શ માનતો હોય તેઓ જ પોતાના એવા ફોટા સામાજિક મધ્યમમાં જોવાતા શું ખરેખર આવો વિચાર ન આવે? ફિલ્મ હોય, લગ્ન પ્રસંગ હોય, કોઈ ફરવાલાયક સ્થળો હોય કે પાર્ટી હોય તો સમજાય, પરંતુ ધાર્મિક કાર્યમાં તો દેશની સંસ્કૃતિ જાળવશે? લખનારને કોઈ પણ વ્યકિતનો હક છીનવવામાં રસ નથી, પરંતુ ધાર્મિક તહેવાર અને ધાર્મિક સ્થળે સંસ્કૃતિ જાળવાઇ રહે તેની ચિંતા છે, આશા છે આપ પણ વિચારતા હશો.
સુરત – જિજ્ઞેશ બક્ષી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.