Kalol

સંયુક્ત માલિકીની અવિભાજ્ય જમીન ઉપર સહ માલિકની જાણ બહાર બાંધેલું મકાન દૂર કરવા કાલોલ સીવિલ કોર્ટનો હુકમ


કાલોલ :
કાલોલના બોરૂની મુવાડી ખાતે રહેતા ગુજરનાર અનોપસિંહ સાભાઇભાઈ સોલંકીના વારસદારો દ્વારા સઈદાબીબી ઇમામુદ્દીન શેખ તથા અન્ય ચાર સામે કાલોલના સીટી સર્વે નંબર ૧૮૭૧ વાળી ૨૧૫ ચોરસ મીટર વાળી જમીન કે જે વાદી અને પ્રતિવાદીઓ નંબર ૨.૩.૪ ની સંયુક્ત માલીકીની વણ વહેંચાયેલી અવિભાજ્ય ઘરથાળની જમીન છે. જે જમીન ઉપર તા. ૨૪/૦૭/૨૦૧૨ના રોજ ૫૦*૨૭ કોટની ખુલ્લી જમીનમાં પ્રતિવાદીઓએ જાતે હદ નિશાન કરી તા ૩૦/૦૭/૨૦૧૨ ના રોજ વાદી તથા પ્રતિવાદીની જમીનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી પ્રતિવાદી નં ૧ સઈદાબીબી ઇમામુદ્દીન શેખ દ્વારા મકાન બનાવવાનુ શરૂ કરવામાં આવ્યું હતુ. પ્રતિવાદી નંબર ૨,૩,૪ એ સંયુક્ત માલિકી વાળી જમીનનુ વેચાણ લખાણ પ્રતિવાદી નં ૧ ના નામે કરી આપ્યુ હતું.જેમાં સહ માલીક એવા વાદી નો જાણ બહાર આ કરવામા આવ્યુ હતુ જેથી વાદીઓ દ્વારા પોતાના એડવોકેટ એસ એસ શેઠ મારફતે કાલોલના એડી સિનિયર સીવીલ જજ ની કોર્ટ માં દાવો દાખલ કરેલ. જે દાવો ચાલી જતા નામદાર કોર્ટે સમક્ષ ઉપસ્થિત થયેલા મુદા પૈકી દાવાવાળી જમીન પ્રતિવાદીઓ તેમજ વાદીની સહમાલીકીની જમીન હોવાનું સ્વીકાર્યું હતું. જેથી પ્રતિવાદી નંબર એક દ્વારા કરેલું બાંધકામ ગેરકાયદેસર હોવાનું ઠરાવ્યુ છે. વધુમાં પ્રતિવાદી વિરુદ્ધમાં મનાઈ હુકમ આપવામા આવ્યો હોવા છતા પણ તેમને બાંધકામ ચાલુ રાખી મકાન બનાવ્યું હોવાની હકીકત સામે આવી છે. જેથી કાલોલના એડી સીનીયર સિવિલ જજ ની કોર્ટ દ્વારા અવિભાજ્ય ઘરથાળની જમીન ઉપર વાદી અને પ્રતિવાદીઓની સંયુક્ત માલીકીની જમીન હોવાનું તથા દાવો દાખલ થયા બાદ પ્રતિવાદી નંબર એક સઈદાબીબી ઇમામુદ્દીન શેખ દ્વારા ગેરકાયદેસર રીતે બાંધેલું બાંધકામ મકાનહુકમ તારીખથી છ માસમાં પોતાના ખર્ચે દુર કરે તેવો હુકમ આપ્યો છે. જેથી સહમાલિકીની મિલકતો સહમાલિક ને અંધારામાં રાખીને વેચાણ કરી દેતા તત્વો માં ફફડાટ ફેલાયો છે.

Most Popular

To Top