Panchmahal

સંજેલી પોલીસ સ્ટેશનના લોકઅપ માંથી પ્રેમી પંખીડા રફુ ચક્કર પોલીસ દોડતી થઇ….

કોર્ટમાં રજૂ કરતા પહેલા બંને આરોપી ફરાર SOG, LCB સહિતની ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ.

ત્રણ માસ અગાઉ અપહરણની ફરિયાદ નોંધાઈ હતી તે શોધ ખોળ કરતા પ્રેમી પંખીડા પકડાયા.

સંજેલીમાં પોલીસ સ્ટેશનમાંથી ફિલ્મી સ્ટાઇલમાં પ્રેમી પંખીડાઓ લોકઅપ ખોલી ભાગી ગયા નો બનાવ સામે આવ્યો.

સંજેલી નગરમાં એક ચકચારી બનાવ બનવા પામ્યો છે.પોલીસ ઊંઘતી રહી અને પ્રેમી પંખીડા લોકઅપ ખોલી છું મંતર થતા પોલીસ દોડતી થઈ. સંજેલી પોલીસ મથકના લોકઅપ માંથી રાત્રી દરમિયાન પ્રેમી પંખીડા રફુ ચક્કર થતા ઉચ્ચ કક્ષાએ જાણ થતા dYSP ઘટના સ્થળે પહોંચી SOG, LCB સહિતની ટીમો બનાવી પ્રેમી પંખીડાને પકડવા ચક્રગતિમાન 15 કલાક જેટલા ટાઈમ વીત્યો હજી સુધી કોઈ પણ પગેરું મળ્યું નથી. સંજેલી પોલીસ મથકે પોસ્કો હેઠળના પકડાયેલા પ્રેમી પંખીડાઓ પોલીસ મથક માંથી રાત્રી દરમિયાન ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. પ્રેમિકાએ ચોરી ચુપકે થી લોકઅપ ની ચાવી લાવી પ્રેમીને પોલીસ સ્ટેશનના લોકઅપ ખોલી બંને પ્રેમી પંખી છું મંતર થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામી હતી આ પ્રેમી પંખીડા ત્રણ માસ અગાઉ ફરાર થઈ ગયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર આ પ્રેમી પંખીડાઓને આજરોજ કોટમાં હાજર કરવાના હતા ત્યારે તે પહેલાં જ પ્રેમી પંખીડાઓ ફરાર થઈ જતા સમગ્ર સંજેલી સહિત તાલુકા જિલ્લામાં ખળભળાટ મચી જવા પામી હતી પ્રેમી પંખીડાને પકડવા માટે LCB, SOG સહિતની ટીમોએ ચોધખોળ આદરી હતી. ત્રણ માસ અગાઉ ભાગી જતાં સંજેલી પોલીસ મથકે યુવક વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાય હતી જે અનુસંધાને યુવક અને યુવતી ની શોધખોળ કરી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા જેમાં આરોપી યુવકને લોકઅપમાં રાખવામાં આવ્યો હતો જ્યારે યુવતીને પીએસઓ ની પાછળ આવેલા વાયરલેસ રૂમમાં બેસાડવામાં આવી હતી રાત્રી દરમિયાન યુવતીએ લોકઅપ ની ચાવી પર નજર રાખી પીએસઓને જોખું આવતા તેનો લાભ લઈ લોકઅપ ખોલી પ્રેમી પંખીડા ઉડી ગયા આ વાતને 15 કલાક થયા હજી સુધી પ્રેમી પંખીડા પોલીસ પકડથી દૂર આ ચકચારી બનાવ બનતા સંજેલી તાલુકામાં ચારેકોર ચર્ચા. આ પ્રેમી પંખીડા ક્યારે પકડાશે? આ પ્રેમી ઝુકયા નથી અને ઝુકશે નહી જેવો બનાવ બનવા પામ્યો. આ બંને પ્રેમી પંખીડા પોલીસ સ્ટેશનમાંથી ભાગી જતા ખળભળાટ મચી જવા પામી.

Most Popular

To Top