Panchmahal

સંજેલી ગ્રામ પંચાયતમાં સરકારી પડતર ગૌચરની જમીન પરના દબાણો દૂર કરવા સામાન્ય સભાયોજાઈ.

દબાણો દૂર કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની કડક શબ્દોમાં ટકોર.2018માં 700 ઉપરાંત કાચા અને પાકા દબાણો દૂર કરાયા બાદ પંચાયતની રહેમ નજર હેઠળ પુન: દબાણોનો રાફડો.

સંજેલી પંચાયત તંત્રની બેદરકારી અને નિષ્કાળજી ના કારણે ઠેર ઠેર દબાણો.

સંજેલી નગરમાં 10 જેટલા સરકારી ગૌચર 3 સરકારી પડતર સહિત એક ખરાબો મળી કુલ ટોટલ 14 જેટલા સરકારી જમીન ઉપર દબાણને લઈ પંચાયત દ્વારા ફી ભરવામાં આવશે.

સંજેલી નગરમાં 9 હેક્ટર 77.15 ચોરસ મીટર ગૌચર જમીનમાં ગાય ચરાવવાની તો વાત એક બાજુ પણ ઉભુ રહેવા માટે પણ જગ્યા નથી આ આ સરકારી પડતર જમીન ગૌચરો ક્યાં ગયા ગાયો જાય તો ક્યાં જાય આ એક મોટો સળગતો પ્રશ્ન લોકોના મુખે ચર્ચાઈ રહીયો છે.

સંજેલી નગરના બજાર વિસ્તારના દબાણો 2018 માં 700 ઉપરાંત કાચા અને પાકા દબાણો દૂર કરાયા હતા જે પુનઃ દબાણ કરી પંચાયતની રહેમ નજર હેઠળ ધમધમી રહ્યા છે. પંચાયતની બેદરકારી અને નિષ્કાળજીના કારણે પંચાયતની રહેમ નજર હેઠળ ચાલી રહ્યા છે પંચાયત ફક્ત દબણકારોને નોટિસ આપી સંતોષ માની લેતી હોય છે. સાત વર્ષ બાદ સંજેલી ગ્રામ પંચાયતમાં સરકારી પડતર અને ગૌચર જમીન પર થયેલા દબાણ દૂર કરવા માટે સામાન્ય સભા યોજાઇ. સંજેલી ગ્રામ પંચાયત ખાતે ગ્રામ સભામાં દબાણ દૂર કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો. દાહોદ જિલ્લામાં ગૌચરના દબાણો અને સરકારી પડતર પરના દબાણોની રજૂઆતો કલેક્ટર અને ડીડીઓએ દબાણો તાત્કાલિક નિકાલ કરવા અને દર મહિને સમીક્ષા કરવા માટે નિર્ણય કડક શબ્દોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ટકોર કરાઈ જે બાદ અનેક વખત ગ્રામ સભામાં અને સામાન્ય સભામાં દબાણને લઈ ધારદાર રજૂઆતો પણ કરવામાં આવે છે પણ પંચાયત તંત્ર ફક્ત નોટિસ આપી સંતોષ માની લેતી હોય છે.મુખ્યમંત્રી ની ટકોર બાદ સંજેલીમાં ગૌચર તેમજ સરકારી પડતર પરના દબાણો દૂર કરવા માટે સંજેલી સરપંચ મનાભાઈ વેલજીભાઈ ચારેલ અને તલાટી રાહુલ પરમાર અને બોડી ના સભ્યો સાથે બેઠક કરીને નિર્ણય લેવાયો. સંજેલી નગરમાં સાત જેટલા સરકારી પડતર અને ગૌચર આવેલા છે જે દબાણ દૂર કરવા માટે માપની ફી ભરી હદ નિશાન કરી દબાણો ખુલ્લા કરવા ઠરાવો કરાતા દબાણ કારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

બોક્સ -સંજેલી નગરમાં સરકારી પડતર ગૌચર ની જમીન પર દબાણોનો રાફડો એ તો ખરું પણ માલકીની જગ્યા પર પણ ખાતા નંબર 141 અને સર્વે નંબર 44 પર પણ દબાણ કરી ગરીબ આદિવાસીઓની જગ્યાઓ છીનવી લેતા ભૂ માફીઆઓને સંજેલી પંચાયત ની રહેમ નજર હેઠળ ફક્ત દેખાવો કરવા માટે બે જેટલી નોટિસ ફટકારી કાર્યવાહી કરવા પંચાયત તંત્ર નિષ્ફળ.

સંજેલી નગર સહિત વિવિધ ગામતળ ગૌચર સરકારી પડતર ના તમામ દબાણો દૂર કરવા ઠરાવ કરાયો છે માપણીની ફી ભરી દબાણ ખુલ્લું કરવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી.

Most Popular

To Top