સંજેલી:
સંજેલી તાલુકાના માંડલી ગામની અંદર કુવામાંથી મહિલાનો તેના 11 માસના બાળક સાથે મૃતદેહ મળી આવ્યો હતો. કુવામાંથી 22 વર્ષની મહિલા અને તેના 11 મહિનાના બાળકની લાશ મળી આવી હોવાની ઘટના સામે આવી છે. થોડા દિવસ પહેલા જ મહિલાના પતિનું બિમારીના કારણે અવસાન થયું હતું. હવે કોઈ કારણોસર એક મહિલાની તેના બાળકો સાથે કુવામાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. સ્થાનિક પોલીસને ઘટનાની માહિતી મળતા જ બાળક અને માતા બંનેના મૃતદેહને સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે માતા અને બાળકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે.
સંજેલીના માંડલીમાં કૂવામાંથી મહિલાનો 11 માસના બાળક સાથે મૃતદેહ મળ્યો
By
Posted on