Vadodara

સંજીવની હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે માતા -પુત્રન મોત થયાનો પરિવારજનોના આક્ષેપ


વડોદરા: સંજીવની હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે માતા પુત્રનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ ભારે હોબાળો મચાવી જવાબદારો સામે પગલાં ભરવા પોલીસ કમિશનર કચરી ખાતે રજૂઆત કરી હતી પાંચ દિવસ અગાઉ શહેરના સોમા તળાવ પાસેની સંજીવની હોસ્પિટલ ખાતે તબીબની બેદરકારીના કારણે નવજાત બાળકનું મોત નિપજ્યું હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

તેવામાં આજે સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ માતાએ પણ દમ તોડતા પરિવારજનો જવાબદારો સામે કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને રજૂઆત કરવા પોલીસ ભવન ખાતે એકત્ર થયા હતા. મૃતકના સંબંધીનું કહેવું છે કે, બાકરોલ સિગ્મા કોલેજ ખાતે રહેતા 22 વર્ષીય ભૂમિકાબેન કરણભાઈ ભાલીયાને ડિલિવરી માટે સોમા તળાવ સયાજી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સીઝર બાદ બાળક મૃત જનમ્યું હતું, અને માતાને બ્લડીંગ બંધ થઈ રહ્યું ન હોય તબીબોએ સયાજી હોસ્પિટલ લઈ જવા જણાવ્યું હતું, દરમ્યાન ગઈકાલે રાત્રે સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ ભૂમિકાબેનનું પણ મોત નીપજ્યું છે

Most Popular

To Top