પાણીગેટ ફાયર સ્ટેશનના જવાનોએ પરિસ્થિતિ સંભાળી
સદનસીબે હાની થતા ટળી, દુકાનમાં મોટું નુકસાન

( પ્રતિનિધી )વડોદરા,તા.11
વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા પાસે આવેલી ચૂલા ઢોસા બનાવતી એક દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી સદનસીબે દુકાનનો સ્ટાફ સત્વરે બહાર આવી જતા જાનહાનિ થતા ટળી હતી. બનાવને પગલે પાયલ પાણીગેટ ફાયર સ્ટેશનના જવાનોએ સ્થળ પર દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.


વડોદરા શહેરમાં આગ લાગવાના બનાવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, તેવામાં વધુ એક આગ લાગવાની ઘટના કારેલીબાગ સંગમ ચાર રસ્તા પાસે બની હતી. સંગમ ચાર રસ્તા પાસે આકાશદીપ એપાર્ટમેન્ટમાં શ્રી બાલાજી ચુલા ઢોસા નામની દુકાન આવેલી છે. આ દુકાનમાં અચાનક આજે રાબેતા મુજબ ઢોસા બનાવવાની કામગીરી ચાલુ હતી ગ્રાહકો પણ હતા એકાએક દુકાનમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી જેના કારણે હાજર સૌ કોઈમાં દોડધામ મચી ગઈ હતી સત્વરે દુકાનનો સ્ટાફ બહાર આવી જતા આગે સમગ્ર દુકાનને પોતાની ચપેટમાં લઈ લીધી હતી. બીજી તરફ બનાવની જાણ કરવામાં આવતા પાણીગેટ ફાયર સ્ટેશનના જવાનો તાબડતોડ સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સબ નથી બે આગની આંખ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી જોકે આગની લપેટમાં દુકાનમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ જતા મોટું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. જ્યારે આ દુકાનમાં ગેસના બોટલ પણ હતા. જો ગેસના બોટલમાં બ્લાસ્ટ થયો હોત તો મોટી દુર્ઘટના બની હોત તે વાતને પણ નકારી શકાય તેમ નથી.