સંખેડા: સંખેડા હાંડોદ રોડ પર પેટ્રોલપંપ પાસે રોડ પર પાણી ભરાતા લક્ઝરી બસના પેસેન્જર ફસાયા હતા.
સંખેડામાં ભારે વરસાદને પગલે કોતરમાં પુર આવતા લક્ઝરી બસ ફસાઈ હતી.
સંખેડા પેટ્રોલ પંપ પાસે લક્ઝરી બસ પાણીમાં ફસાતા 40 પેસેન્જરોના જીવ પડીકે બંધાયા હતા. કલાકો સુધી તંત્ર ન આવતા ગામ લોકો દ્વારા દોરડું બાંધી પેસેન્જરને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.