: નવીન સ્લેબ ડ્રેઇનનું કામ ચાલુ થતા અપાયું હતું ડાયવર્ઝન
પ્રતિનિધિ સંખેડા
છોટા ઉદેપુર જીલ્લામાં ગતરાત્રીએ પડેલા ભારે વરસાદને પગલે સંખેડા તાલુકાની એના નદીમાં પુર આવ્યું હતું. આ નદીમાં પુર આવતા કોતર ઉપર બનાવવામાં આવેલ ડાયવર્ઝન તૂટી જતાં 25 થી વધુ ગામોના લોકોને અસર પહોંચી છે.
છોટા ઉદેપુર જીલ્લામાં ગત મોદી રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. અને ધોધમાર વરસાદને પગલે નદીઓમાં પુર આવ્યા છે. ત્યારે સંખેડા તાલુકાના કરાલી ગામ પાસેથી પસાર થતી એના નદીમાં પુર આવ્યા હતા. હાલ એના નદી પર સ્લેબ ડ્રેઈન નું કામ ચાલુ કરાતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. આ ડાયવર્ઝન નદીમાં પુર આવતા ધોવાઈ ગયું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે હાંડોદ થી કઠોલી વચ્ચે કરાલી પાસે એના નદી પર હાલ સ્લેબ ડ્રેઈન નું કામ ચાલુ છે અને આ સ્લેબ ડ્રેઈન બંધ થવાથી કરાલીથી આગળના 25 થી વધુ ગામો સાથેનો માર્ગ વ્યવહારને ખૂબ મોટી અસર પહોંચી છે અને આ ડાયવર્ઝન તૂટતાં વિસ્તારના લોકોને તાલુકા મથક સંખેડા જવા માટે લગભગ 10 કિલોમીટર નો ફેરાવો ફરવાનો વારો આવ્યો છે.
સુરેન્દ્રસિંહ ચાવડા સંખેડા