પ્રતિનિધિ , સંખેડા:
સંખેડામાં વહેલી સવારથી વરસેલા વરસાદ થી રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા સંખેડાથી હાંડોદ રોડ ઉપર સુંદરવન સોસાયટી પાસે પાણી ભરાયું હતું. પાણી ભરાવાના લીધે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો..તો સંખેડા ગામમાં પણ રસ્તાઓ પાણીમાં ફરી વળ્યા હતા.
બે કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેના પગલે સંખેડાથી હાંડોદ રોડ વરસાદી પાણી ફરી વળ્યા હતા. વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
પહેલા જ વરસાદમાં રસ્તાઓ પર પાણી ગરકાવ થયા હતા. સંખેડામાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા. સાથે જ પ્રિ મોન્સુન કામગીરી પર સવાલો ઉઠવા લાગ્યા છે કારણકે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા .જેને લીધે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી.
સુરેન્દ્રસિંહ ચાવડા સંખેડા