Sankheda

સંખેડાના લાકડાં વેપારીને આપેલો ચેક પરત ફરતા કોર્ટે 6 મહિનાની કેદની સજા ફટકારી



પ્રતિનિધિ સંખેડા
તા:૫/૧૦/૨૦૨૫

સંખેડાના લાકડાંના વેપારીને સુરતના એક વેપારીએ રૂ.2,49,999/- ના ચેક આપતા બેંકમાંથી પાછો ફર્યો હતો.જેનો કેસ સંખેડા કોર્ટમાં ચાલી જતા સંખેડા કોર્ટે સુરતના વેપારીને 6 માસની કેસની સજા ફટકારી છે.
સંખેડામાં હિંદુસ્તાન ટિમ્બર્સ નામની પેઢીના પાર્ટનર ઈબ્રાહિમ સૈફુદ્દીન માની નામના વેપારીએ પોતાના ભત્રીજાથી સુરતના વેપારી અમિતભાઈ પચ્ચીગર સાથે ઓળખાણ થઈ હતી અને ત્યારબાદ અમિતભાઈ પચ્ચીગરે ઇબ્રાહીમભાઈને જલાઉ લાકડા વેચાણ આપવા જણાવતા ઇબ્રાહિમભાઈએ 31 જુલાઈ 2018ના રોજ બીલ નં.22 થી પ્રતિકીલો રૂ.3.10 ભાવથી 80,645 કિલો જલાઉ લાકડા જેની કિંમત રૂ.2,49,999નો માલ આપ્યો હતો.જેથી અમિતભાઈ પચ્ચીગરે 31 જુલાઈ 2018ના રોજનો દેના બેંક,પાર્લે પોઇન્ટ શાખા,સુરતનો ચેક ઇબ્રાહીમભાઇને આપ્યો હતો.આ ચેક ઇબ્રાહીમભાઇએ સંખેડા નાગરિક બેંકમાં જમા કરાવતા એકાઉન્ટ ક્લોઝ્ડના શેરા સાથે પરત આવ્યો હતો,ત્યારે ઇબ્રાહીમભાઇએ અમિતભાઈ પચ્ચીગરને વાત કરતા ઉડાઉ જવાબ આપતા કહ્યું કે તારે જે કરવું હોય તે કરી લે,જેથી ઇબ્રાહીમભાઇ સંખેડા કોર્ટમાં કેસ દાખલ કરતા સંખેડાની કોર્ટમાં કેસ ચાલી જતા સંખેડા કોર્ટે અમિતભાઈ પચ્ચીગરને છ મહિનાની સાદી કેસની સજા થતા ચેકની રકમ રૂ.2,50,000 ના નિર્ણયમાં દંડની સજા ફટકારી છે.



સુરેન્દ્રસિંહ ચાવડા સંખેડા

Most Popular

To Top