પ્રતિનિધિ સંખેડા
તા:૫/૧૦/૨૦૨૫
સંખેડા તાલુકામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા નળ સે જલ યોજના અનુસાર પીવાના પાણીની લાઈનો નાખવામાં આવી પરંતુ કે કેટલાય ઠેકાણે પીવાના પાણીના વાલ્વ વારંવાર લીકેજ થતાં હજારો ગેલન પાણીનો બગાડ થાય છે.તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પાણી પહોંચતું નથી.
લીકેજના કારણે હજારો ગેલન પાણીનો બગાડ છતાં રીપેરીંગ કરાયુ નથી.
પીપરીયા થીગુંડેર જવાના માર્ગ ઉપર પાણીના વાલ્વમાં લીકેજ હોવાથી હજારો ગેલન, પાણીનોનો બગાડ થઈ રહ્યો છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા લીકેજ થતા વાલ્વને રીપેર કરવામાં લાંબો સમય કાઢી નાખતા પાણીનો ખૂબ જ બગાડ થતો હોય છે. સંખેડા તાલુકાના પીપરીયા ગામની કેનાલ પાસે ગુંડેરા જવાના માર્ગ ઉપર પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીની લાઈનમાંથી લીકેજ રહેતા પાણીનો બગાડ થઈ પ્રવાહ વહી રહ્યો છે. આ કામને લઈને પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે.
સંખેડા તાલુકાનાં અનેક ગામોમાં પીવાનું પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઈનો મારફતે મોકલતા હોય છે. પરંતુ સમયાંતરે પાણી પુરવઠા વિભાગનાં અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ધ્યાન ન અપાતા પાણીની લાઈન ઉપર રહેલા કેટલાક વાલ ક્ષતિગ્રસ્ત રહેતા હજારો લીટર પાણી દુર્વ્યય થય રહ્યો હોય છે.
સંખેડા તાલુકાના પીપરીયા નજીક ગુંડેર જવાના માર્ગ ઉપર પાણીના વાલમાં ખામી સર્જાતા હજારો ગેલન પાણીનો બગાડ થઈ રહ્યો છે.
સરકાર પાણી બચવાના અભિયાન ચલાવે છે પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી બચવા અભિયાન નિરર્થક જોવા મળે છે.
પીપળીયા થી આગળ ગુંડેર ગામે જવાના માર્ગ ઉપર છેલ્લા ઘણાસમયથી વાલ પાણી છોડવાના સમય દરમ્યાન લીકેજ થતા નજરે પડ્યાં હતાં. આવા સંજોગોમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીનો બગાડ ના થાય અને તરજ જ પાણીનો લીકેજ બંધ કરવાની કામગીરી કરવી જોઈએ. જેથી કરીને ગ્રામ્ય વિસ્તારમાં પીવાનું પાણી યોગ્ય પ્રમાણમાં મળી રહે અને પાણીનો બગાડ ના થાય તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે.
સુરેન્દ્રસિંહ ચાવડા સંખેડા