પ્રતિનિધિ સંખેડા
સંખેડા તાલુકાના ગામ સાંઢકુવામાં પાણીની સમસ્યા પાંચ દિવસથી છે સરપંચ કે કોઈ સભ્ય આવીને કોઈપણ સમસ્યા દૂર કરતું નથી.
જેથી લઈને ગામની મહિલાઓ તેમજ સ્થાનિકો દ્વારા સરકારથી નમ્ર વિનંતી કરવામાં આવી રહી છે જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુ સૌથી મહત્વનું પાણી છે તે જ મળતું નથી. પાણીની સમસ્યા માટે સરપંચ તેમજ કોઈપણ સભ્ય સ્થળ તપાસ કરવામાં આવ્યું નથી અને ચૂંટણીના સમયે રાજ નેતાઓ વોટ લેવા તો આવે છે પરંતુ જરૂરિયાત સમયે કોઈ તંત્ર તેમજ રાજ નેતાઓ આગળ આવતા નથી તો તંત્ર દ્વારા સાંઢકુવા ગામમાં પાણીની સમસ્યાને હલ કરે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે.