રેલીના કારણે કાલાઘોડાનો રસ્તો બંધ કરતાં હજારો વાહન ચાલકો પરેશાન
પ્રતિનિધિ વડોદરા તા.23
સંકલ્પ દિવસની ઉજવણીના ભાગરૂપે ભાજપ અને અન્ય સંસ્થાઓ દ્વારા રેલીનું આયોજન કરાયું હતું. જેના કારણે મોટી સંખ્યામાં ટુ વ્હીલર ફોર વ્હીલ સહિતના વાહનો આવી પહોંચતા ટ્રાફિકની સમસ્યા હતી. જેના કારણે કાલા ઘોડાનો રસ્તો બંધ કરી હજારો વાહન ચાલકો અટવાઈ ગયા હતા.
ભારતીય બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરના સંકલ્પ દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરામાં પણ સંકલ્પ દિવસની ઉજવણી કરાઈ હતી. વડોદરામાં 23 સપ્ટેમ્બર 1917ના રોજ ડો.બાબાસાહેબ આંબેડકરે કમાટીબાગ સ્થિત વડના વૃક્ષ નીચે બેસીને સંકલ્પ કર્યો હતો કે જેથી તેને સંકલ્પ ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. સંકલ્પ દિવસની ઉજવણીના ભાગરૂપે ભાજપ અને અન્ય સંગઠનો દ્વારા રેલીનું આયોજન કરાયું હતું. કમાટીબાગ ખાતે 200 જેટલા વાહનોની જગ્યા પર 400 ફોરવીલ સહિતના વાહનો આવી પહોંચતા ટ્રાફિકની સમસ્યા સર્જાય હતી. જેના કારણે કાળા ઘોડા પાસે બેરી કેડ મૂકી રસ્તો પણ બંધ કરી દેવાયો હતો. જેના કારણે હજારો વાહન ચાલકો અટવાઈ પાડ્યા હતા. ટ્રાફિક પોલીસે લોકોને અગવડતા ન પડે તેના માટે વૈકલ્પિક રૂટના ભાગરૂપે રસ્તો ડાઈવર્ટ પણ કરી અપાયો હતો.