Charchapatra

શું સાંપ્રત સમયમાં ગાંધી-સરદારના વિચારો વેન્ટિલેટર ઉપર?

તાજેતરમાં સરકારે રાષ્ટ્રીય ફલક પર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગાને બદલવા માટે કાયદો પસાર કર્યો. અને તેનું નવું નામ વિકસિત ભારત જી રામજી બિલ પસાર થયુ. સંસદનો શિયાળુ સત્ર કેન્દ્રના ટાગોરના અપમાન સાથે શરૂ થયો અને ગાંધીના અપમાન સાથે સમાપ્ત થયું. સંસદમાં તો માનવોના પ્રશ્નોની ચર્ચા કરવાની હોય. વાયુ પ્રદુષણ ઓછું કરવું, રોજગાર સર્જનની વાત, ટેકનોલોજી વિકાસની વાત, આધુનિક ભારતના નિર્માણની વાતો કરવાની હોય પરંતુ સંસદમા વંદે માતરમની ચર્ચા કરી ટાગોર નેહરુને બદનામ કરવાની ચર્ચા થઈ. મનરેગામાંથી ગાંધીજીનું નામ મિટાવી નવું નામ રાખવામાં કરોડોના ખર્ચા થાય છે.

સ્વરોજગાર અને બુનિયાદી તાલીમના પ્રણેતા મહાત્મા ગાંધીનું નામ લોકજીભેથી મિટાવી શું લાભ પ્રાપ્ત કરવો છે. ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જે લોક હૈયામાં વસેલા નેતાઓ જે આજે પણ લાખો લોકોના પ્રેરણા સ્રોત છે. તેમના વિચારોને આદર્શ મારનારો આજે પણ આખો વર્ગ છે. વિવિધ ક્ષેત્રે તેમની બાદબાકી થતી રહેશે તો મને લાગે છે કે ચલણી નોટોમાંથી ગાંધીજીના ફોટા દૂર થતા હવે જાજો સમય નહીં લાગે.   મનરેગા ના નામ સાથે તેના બજેટ પર પણ કાપ મૂકી આર્થિક સર્જીકલ સ્ટ્રાઈક કરી છે. ગ્રામ્ય વિસ્તારમાં લાઈટના ઠેકાણા નથી ત્યાં સેટેલાઈટ મોનીટરિંગ કરી ગરીબોના પર સેવા ઉપર મજાક થઈ રહી છે. આ કેવું રામરાજ્ય ?
મોટા વરાછા, સુરત- યોગેન્દ્ર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top