સમગ્ર મામલે રાવપુરા પોલીસે કાર્યવાહી હાથ ધરી
(પ્રતિનિધિ) વડોદરા તા. 27
મૂળ રાજસ્થાનના અને હાલમાં વડોદરા શહેરના વારસિયા ખાતે રહેતો યુવક પોતાના મિત્ર અને તેની પત્ની સાથે શિવજી કી સવારી જોવા માટે ગયા હતા જ્યાં ગાંધીનગર ગૃહ સર્કલ પાસે ભીડભાડમા ધક્કો વાગવાની બાબતમાં બે ઇસમોએ ગડદાપાટુનો માર તથા ચાકુ જેવા તિક્ષણ હથિયારથી હૂમલો કરી ફરાર થઇ ગયા હોવાના મામલે રાવપુરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનના ઝાલોર જિલ્લાના સાકરણા ગામના વતની અને હાલ શહેરના વારસિયા વિસ્તારમાં પટેલ પાર્કમાં રહેતા રોહિત જગદીશભાઇ સરગરા નામનો યુવક રહે છે અને છૂટક મજૂરી કામ કરે છે.ગત તા.26મી ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી પર્વે શહેરમાં નિકળેલી શિવજી કી સવારી જોવા માટે મિત્ર સાહિલ તથા તેની પત્ની પુજાબેન તથા મિત્રો સાથે ગાંધીનગર ગૃહ સર્કલ પાસે ગયા હતા તે દરમિયાન ભીડ હોવાથી સાહિલની પત્ની પુજાબેન સાથે બાવચાવાડ પાણીગેટના કૃણાલ કહાર સાથે ધક્કા મૂક્કી થતાં સાહિલ કૃણાલને સમજાવવા ગયો હતો તે દરમિયાન કૃણાલ કહાર તથા તેનો એક મિત્ર એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો કૃણાલ ના મિત્રે કમરપટ્ટો કાઢીને પૂજાબેનને ડાબી આંખ પર મારી દીધો હતો તથા સાહિલને ડાબા હાથે કોણી પર અને જમણા હાથે આગળી પર મારી ઇજા પહોંચાડી હતી તે દરમિયાન કૃણાલ ક્હારે ચપ્પુ જેવા તિક્ષણ હથિયારથી સાહિલને મારતાં તેને માથાના પાછળના ભાગે લોહી નિકળ્યું હતું જેથી રોહિત અને તેનો મિત્ર આયુષ સાહિલને છોડાવવા જતાં કૃણાલ કહારે તિક્ષણ હથિયાર વડે રોહિતને માથાના આગળના ભાગે તથા આયુષને કપાળે તેમજ પાછળના ભાગે ઇજા કરતાં લોહી નિકળવા લાગ્યું હતું આ દરમિયાન બુમરાણ મચાવતા ટોળું ભેગું થ ઇ જતાં કૃણાલ કહાર તથા તેનો મિત્ર ભાગી ગયા હતા.જ્યા રોહિત અને આયુષને ચારેક ટાંકા આવ્યા હતા જેથી રોહિત તેના બે મિત્રો સાથે એસ.એસ.જી.હોસ્પિટલમા સારવાર માટે ગયા હતા અને સારવાર બાદ કૃણાલ કહાર તથા તેની સાથેના ઇસમ વિરુદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
