Vadodara

શિયાળામાં શહેરીજનોને બેવડી ઋતુનો અનુભવ : પારો 16 ડીગ્રી નોંધાયો

( પ્રતિનિધિ )વડોદરા,તા.22

વડોદરા શહેરમાં દિવસનું તાપમાન 31 ડિગ્રી થતાં લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. સાંજે ઠંડીનો પારો 16 ડિગ્રી નોંધાયો હતો. સવારે ઠંડી અને બપોરે ગરમી વર્તાઇ હતી. જોકે, વહેલી સવારે કડકડતી ઠંડી અનુભવાય છે. ત્યારે, શાળાએ જતા બાળકો ઠૂંઠવાય રહ્યા છે.

વડોદરા શહેરમાં ઠંડીના તાપમાનમાં સતત ઘટાડો થઇ રહયો છે. શનિવારે લઘુતમ તાપમાનનો પારો 16.0 ડિગ્રી નોંધાયો હતો. પવનની ગતિ ઘટતાં ઠંડીથી રાહત અનુભવાઇ હતી. જોકે દિવસના સમયે મહત્તમ તાપમાનનો પારો 31 ડિગ્રી થતાં સવારે ઠંડી અને દિવસે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગ મુજબ 25 નવેમ્બર બાદ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે. શહેરમાં શનિવારે લઘુત્તમ તાપમાનનો પારામાં 0.4 ડિગ્રીનો વધારો થયો હતો. પારો 16 ડિગ્રી નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડીમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિને કારણે લઘુતમ તાપમાનનો પારો સ્થીર થશે. આગામી ચાર દિવસ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ધીમે ધીમે વધશે. ત્યારબાદ મોટા ફેરફારની શક્યતા નથી. ઉત્તર ભારતમાં જે રીતે કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. જેની અસર ગુજરાત પર પણ પડી રહી છે. ઉત્તર પૂર્વીય દિશામાંથી પવન ફૂંકાતા ઠંડીનું જોર વડોદરામાં વધેલું છે. જે રીતે ઠંડી અનુભવાઈ રહી છે. તેને લઈ લોકો ગરમ વસ્ત્રો પહેરવા લાગ્યા છે.

Most Popular

To Top