મામલતદારની ટીમની કાર્યવાહી, કાયદેસર પગલાં શરૂ
શિનોર | | તા. 23
શિનોર તાલુકામાં ગેરકાયદેસર રેતીના ખનન અને વહન સામે વહીવટી તંત્ર દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે દરમિયાન તા. 23 જાન્યુઆરીના રોજ શિનોરના પટેલ વાડી વિસ્તાર નજીકથી ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરતા એક ટ્રેક્ટરને શિનોર મામલતદારની ટીમે ઝડપી પાડ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ પટેલ વાડી વિસ્તાર નજીકના રસ્તા પરથી સ્વરાજ કંપનીનું રેતી ભરેલું ટ્રેક્ટર ગેરકાયદેસર રીતે પસાર થઈ રહ્યું હતું. તે સમયે શિનોર મામલતદાર કચેરીની ટીમે ટ્રેક્ટરને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસમાં ગેરકાયદેસર રીતે રેતીનું વહન થતું હોવાનું જણાતા ટ્રેક્ટરને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
પકડાયેલું ટ્રેક્ટર શિનોર વિસ્તારના સરફરાઝ મન્સૂરીનું હોવાનું જાણવા મળ્યું છે. મામલતદારની ટીમ દ્વારા જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તાલુકામાં ગેરકાયદેસર ખનન અને રેતીના વહન સામે આગામી સમયમાં પણ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. આ કાર્યવાહીથી રેતી માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
પ્રતિનિધિ: અમિત સોની