શિનોર તાલુકા પંચાયતની સાધલી – બે ની ખાલી પડેલી બેઠક માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ શનિવારે ફોર્મ ભર્યા હતા.
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રકાશભાઈ પટેલે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલની ઉપસ્થિતિમાં શિનોર તાલુકા સેવાસદન કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
શિનોર તાલુકા પંચાયત ની સાધલી – 2 ના તાલુકા પંચાયત સદસ્ય નીરૂપાલસિંહ માંગરોલા હાલ વિદેશમાં હોય તેઓની જગ્યા ખાલી પડી હતી. જેને લઇને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સાધલી – બે ની ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે માંજરોલના પ્રકાશભાઈ પટેલે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ અને શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલની ઉપસ્થિતિમાં શિનોર તાલુકા સેવાસદન કચેરી ખાતે ચૂંટણી અધિકારી ને ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું.
શિનોર તાલુકા પંચાયતની ખાલી પડેલી સાધલી બે ની એક બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પટેલે શિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
શિનોર તાલુકા પંચાયત ની સાધલી બે ની ખાલી પડેલી બેઠક ની પેટા ચૂંટણી 16 ફેબ્રુઆરી ના રોજ યોજાનાર છે,ત્યારે આજરોજ શિનોર તાલુકા પંચાયત ની સાધલી બે ની ખાલી પડેલી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પટેલે શિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્ર ભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ શિનોર તાલુકા સેવાસદન કચેરી ખાતે ચૂંટણી અધિકારી ને રજૂ કર્યું હતુ.
