શિનોર: શિનોર તાલુકામાં છેલ્લા અઠવાડિયા થી સતત વરસાદ પડ્યા કરે છે,જેના કારણે સાધલી ઠાકોર ફળિયામાં રહેતા એક વિધવા બેનના મકાનની દીવાલો ધરાશાયી થઈ છે. જો કે કોઈ જાનહાની થઈ નથી.
શિનોર તાલુકાના સાધલી મુકામે ઠાકોર ફળિયુ, રબારી વાળા પાસે રહેતા વિધવા મીનાબેન વિપુલભાઈ પાટણવાડીયાના મકાનની દીવાલો સતત વરસાદના પાડવાના કારણે પાણીથી પલળી જવાથી એકાએક શનિવારે 4 થી 5:00 વાગ્યાના અરસામાં એકાએક ધરાશાયી થઈ હતી, જેથી પેટી પલંગને નુકસાન થયુ છે,આ સમયે ઘરમાં અન્ય કોઈ ના હોવાથી કોઈ જાનહાની થઈ નથી, મીનાબેનને બે બાળકો છે, અને ઘરડા સાસુ અને સસરા કાલિદાસ મોહનભાઈ પાટણવાડીયા છે. હાલમાં જો વરસાદ ચાલુ રહેશે, તો બીજી દીવાલ પણ પડી જવાની પૂરેપૂરી સંભાવના છે. શનિવારની જાહેર રજા હોવાથી પંચાયત ઓફિસમાં કોઈ મળી શક્યા નથી. સરકારી તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે આ વિધવા બહેનને સહાય મળે એવી માંગ ઉઠવા પામી છે..