વડોદરા તા.1
કાયમી કરવાની માંગણી સાથે શનિવારથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ગ ચારના તમામ કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાલ ઉપર જવાની ચીમકી ઉચ્ચારી હતી. જો કે તે પૂર્વે સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા સાથે એક મહત્વપૂર્ણ બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે હાલ પૂરતી આ હડતાલ મોકૂફ રાખવામાં આવી છે. આ અંગે કર્મચારી સંઘના અગ્રણી નિલેશભાઈએ જણાવ્યું હતું કે ગઈકાલે અમે લેખિતમાં આવદનપત્ર આપ્યું હતું કે અમારો જે કાયમી કરવાનો પ્રશ્ન છે એનું નિરાકરણ નહીં આવે તો શનિવારના રોજ સવારે 10:00 કલાકે અમે ચોક્કસ મુદતની હડતાલ પર જવાના છીએ તેવું અલ્ટીમેટમ આપ્યું હતું. ત્યારે આજે સાડા પાંચ કલાકની આસપાસ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મીનેશ પંડ્યા અને ઉપાધ્યક્ષ ડો.હેમાંગ જોશીએ સંઘના સૌ હોદ્દેદારોને બોલાવ્યા હતા અને મીટીંગ કરી હતી. જેમાં અમારા જે પ્રશ્ન છે એમણે સાંભળ્યા છે અને બાંહેધરી આપી છે કે એક બે દિવસ આપ રોકાઈ જાવ જે માંગણી છે કે તમે જે બાય બાય ચારણી કરો છો એની જગ્યાએ શિક્ષણ સમિતિના પદાધિકારીઓ અને કોર્પોરેશનના પદાધિકારીઓ આપણે ત્રણ જણા સાથે બેસી અને શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ આ બધા જ ભેગા થઈ એનું નિરાકરણ લાવીએ અને ચેરમેને જવાબદારી આપી છે કે બે કે ત્રણ દિવસમાં તમને પદાધિકારીઓ સાથે બેસાડી અને આપણે જે ઠરાવ કરીને મોકલેલ છે કે ઠરાવ ફરી સામાન્ય સભામાં લાવીને મંજૂર કરે એવી આપણે માંગણી કરીશું. જે કાંઈ પણ હશે એ લેખિત લઈશું.
શિક્ષણ સમિતિના વર્ગ 4ના કર્મીઓનીઅચોક્કસ મુદતની હડતાલ મોકૂફ
By
Posted on