Charchapatra

શિક્ષક કભી સાધારણ નહીં હોતા.?

સુરતની ઘટના ખૂબ ચર્ચામાં છે. 23 વર્ષની શિક્ષિકા અને 13 વર્ષનો બાળક શારીરિક સંબંધ એ જ ફલિત કરે છે કે વિજાતિય પાત્રો વધુ સંપર્કમાં રહે તો આકર્ષણ થાય છે. રહી વાત શિક્ષણની તો વ્યક્તિ કે બાળક મોબાઇલમાં કેવા વીડિયો રીલ્સ ફોટોસ જોઈ રહ્યો છે તે સાથે રહેનાર વાલી જ જાણી શકે. સમજી શકે દૈનિક પ્રવૃત્તિ કેવી કરે છે. ક્યાં જાય છે તે સર્વ વાલી કે આજુબાજુના નાગરિક જ સમજી શકે. અમુક પ્રવૃત્તિથી આજુબાજુની પ્રવૃત્તિ અસર કરતી હોય તેમાં 50% ભાગ સામે વાળાનું હોય શકે 20 ટકા ભાગ સોશ્યલ મીડિયાનો હોઈ શકે 30 ટકાનો ભાગ બાળકનું હોઈ શકે. આ ઘટનાં પાછળ શિક્ષિકા પોતાનું માનસિક બળ નબળું કરી શારીરિક ભૂખ સંતોષવા માટે 13 વર્ષના છોકરાનો ઉપયોગ કર્યો એવુ હાલ કહીં શકાય. ઉમાશંકર જોશી શિક્ષણ માટે કહેતા ‘જે દિવસે શિક્ષક વર્ગમાં હસી ન શકે તે દિવસે શાળાએ શિક્ષકે સી.એલ મૂકવી જોઈએ’ મતલબ માનસિકતા કે અન્ય ગુણ લઈને શાળાએ જવું ભાવી પેઢી માટે મુશ્કેલ છે. શિક્ષકે ફ્રેશ મને શાળામાં સમય આપવો જોઈએ.
તાપી – હરીશ ચૌધરી

Most Popular

To Top