Vadodara

શિકારની શોધમાં ફળિયામાં મહાકાય અજગરની લટાર, લોકોમાં ફફડાટ

ઈંટોલા ગામમાં આવી ચડેલા 10 ફૂટના અજગરનું એક કલાકની જહેમતે રેસ્ક્યુ :

વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા અજગરને વનવિભાગને સોંપવામાં આવ્યો :

( પ્રતિનિધિ )વડોદરા,તા.23

વડોદરા જિલ્લાના ઈંટોલા ગામમાં મોડીરાત્રે રહેણાંક ફળિયામાં શિકારની શોધમાં મહાકાય અજગર આવી ચડ્યો હતો. જેને જોઈ લોકોમાં ફફડાટ ફેલાયો હતો. બનાવને પગલે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકરો સ્થળ પર પહોંચ્યા હતા અને કલાકની ભારે જહેમતે 10 ફૂટના મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી વનવિભાગને સોંપવામાં આવ્યો હતો.

વડોદરા શહેરની વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારની ઉપર ઈંટોલાના સરપંચ ગણપતભાઈનો કોલ આવ્યો હતો કે, અમારા ગામમાં ફળિયાની નજીક કોતરમાંથી મહાકાય અજગર સ્થાનિક વિસ્તારમાં ફળિયામાં આવી ચડ્યો છે. જે કોલ મળતાની સાથે જ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ સંસ્થાના કાર્યકર્તાઓ હાર્દિક પવાર , ઈશ્વર ચાવડા અને પ્રવીણ પરમાર ઈંટોલા ગામ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તપાસ કરતા આશરે 9 થી 10 ફૂટ નો મહાકાય અજગર નજરે પડ્યો હતો. જેને 1 કલાકની ભારે જહેમત બાદ સલામત રીતે અજગરને રેસ્ક્યુ કરી વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

.

Most Popular

To Top