Vadodara

શાહરૂખની પોલીસ સમક્ષ કબૂલાત , મિત્રને ભગાડી મુન્નાએ સગીરાની છેડતી કરી દુષ્કર્મ ગુજાર્યું

ભાયલી સગીરા ગેંગરેપમાં મુખ્ય આરોપી મુન્ના બનજારા પર દોષનો ટોપલો ઢોળાયો, રિમાન્ડના છ દિવસ થઇ ગયાં છતાં મોબાઇલ તથા સિમકાર્ડ મળ્યા નથી

પ્રતિનિધિ વડોદરા તા.12

ભાયલી સગીરા ચકચારી ગેંગરેપ કેસમાં ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ ચાલી રહ્યા છે. પોલીસે આરોપીઓની પૂછપરછ કરી રહી હતી ત્યારે શાહરૂખે દોષનો ટોપલો મુખ્ય આરોપી મુન્ના પર ઢોળતા પોલીસ સમક્ષ જ કબૂલાત કરી હતી કે મુન્નાએ પહેલા સગીરાના મિત્રને માર મારીને ભગાડી મુક્યો હતો. ત્યારબાદ સગીરાની છેડતી કરી તેના દુષ્કર્મ આચર્યું હતુ. જોકે હજુ સુધી મોબાઇલ અને સિમકાર્ડનો કોઇ પતો લાગ્યો નથી.

ભાયલી સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યા બાદ વિધર્મી નરાધમો ફરાર થઇ ગયા હતા. આ કુકર્મીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ સહિત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ કામે લાગી અને પોતાની હદ ન હોવા છતાં ઘણી મહેનત કરીને ક્રાઇમ બ્રાન્ચે ગેંગરેપના આરોપીઓ મુન્ના બનજારા, મુમતાજ બનજારા, શાહરૂખ બનજારા અને બાઇક ભાગી જનાર આરોપી સેફઅલી બનજારા તતા અજમલ બનજારાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી માટે તાલુકા પોલીસને સોંપ્યા હતા. પોલીસે આરોપીઓની વધુ પુછપરછ  કરવા માટે આરોપીઓને બે દિવસ બાદ વધુ ચાર દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે રિમાન્ડના પ્રથમ દિવસે પોલીસ આરોપીઓ પૈકી શાહરૂખ બનજારાને છાણી વિસ્તારમાં મોબાઇલનું સિમકાર્ડ ફેક્યુ ત્યા તપાસ માટે લઇ ગઇ હતી. પરંતુ શોધખોળ કરવા છતાં હાથ આવ્યું ન હતું. કુકર્મ આચર્યા બાદ તેઓ જે રૂટ પર નાસતા ફરતા હતા અને જ્યાં ઉભા રહ્યા હતા. તે રૂટના પર આવતા કેટલાક લોકોના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા. ત્યારે 12 ઓક્ટોબરને શનિવારના રોજ આરોપીઓની રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે આરોપી શાહૂરેખ બનજારાએ પોલીસ અધિકારીઓ સમક્ષ જ ગેંગરેપની ઘટનાનો સંપૂર્ણ દોષ ટોપલો મુખ્ય આરોપી મુન્ન બનાજારા પર ઢોળી દીધો હતો અને જણાવ્યું હતું કે સગીરાના મિત્રને મારીને મુન્નાએ ભગાડી મુક્યો હતો ત્યારબાદ સગીરાને છેડતી કરીને દુષ્કર્મ આચર્યું હતું. સગીરા અને તેના મિત્ર સાથે દાદાગીરી કરવામાં મુન્નાનો હાથ હોવાનું ઉમેર્યું હતું. જેથી પોલીસ તેમની વધુ પુછપરછ શરૂ કરવામાં આવી રહી છે.  જોકે હજુ સુધી મોબાઇલ સિમકાર્ડનો કોઇ પતો લાગ્યો નથી.

Most Popular

To Top