Vadodara

શહેરમાં વિશ્વામિત્રીના પાણી ઓસર્યા બાદ પણ કેટલાક વિસ્તારો જળબંબાકાર, ક્યાંક વૃક્ષો ધરાશાઇ…

શહેરમાં હજી મુજમહુડા તથા અકોટા -મુજમહુડા તથા મુજમહુડા થી અકોટા દાંડિયાબજાર રોડપર ઘૂંટણ સમા પાણી..

વિશ્વામિત્રી બ્રિજ પર લોકોએ બાંધેલા ઝૂંપડા યથાવત

(પ્રતિનિધિ) વડોદરા તા. 29

વડોદરા શહેરમાં કુદરતી અને માનવસર્જિત આપદા વચ્ચે ચોથા દિવસે વિશ્વામિત્રી નદીની જળસપાટીમા ઘટાડો થતાં શહેરમાંથી વરસાદી પાણી ધીમે ધીમે ઓસરી રહ્યાં છે પરંતુ શહેરના મુજમહુડા-અકોટા, મુજમહુડા વિસ્તારમાં હજી રોડપર તેમજ નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં હજી વરસાદી પાણી તથા મગર, સરિસૃપ જીવોના ખતરાને ધ્યાનમાં રાખીને સ્થાનિકોએ વિશ્વામિત્રી બ્રિજ પર લોકોએ ઝૂંપડા બાંધી આશરો લીધો છે જ્યારે ઘણાં લોકો આ વિસ્તારમાં રોડપર મદદની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યાં છે. બીજી તરફ વિશ્વામિત્રી બ્રિજની બંન્ને છેડા પરના રોડપર વૃક્ષો પણ ધારાશાયી થયા છે. એક તરફ મુજમહુડા થી અકોટા તરફ તેમજ અકોટા દાંડિયાબજાર બ્રિજ તરફ જવાના મુખ્ય રોડપર ઘૂંટણ સમા પાણી ભરાયેલા હોય ફક્ત મોટા વાહનોની અવરજવર શક્ય છે. બીજી તરફ અક્ષરચોક સ્થિત અક્ષર રેસિડેન્સી, ઝાયડસ થી જૂના પાદરારોડ સ્થિત રિલાયન્સ મોલ સુધીના એક તરફના રોડપર વરસાદી પાણી ભરાયેલા હોય લોકોને હાલાકી પડી રહી છે. બીજી તરફ કલાલી બ્રિજથી આગળ વડસર રોડપર હજી પણ સ્થિતિ ભયજનક જોવા મળી રહી છે જ્યાં લોકોને ફાયરબ્રિગેડની ટીમ એસ ડી આર એફ ની ટીમ દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યા છે તદુપરાંત સેવાભાવી સંસ્થાઓ દ્વારા મુજમહુડા, કલાલી, વડસર તથા રોડપર આશરો લેતા લોકો માટે ભોજન, પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને માનવતાની સુગંધ પ્રસરાવાઇ રહી છે. અક્ષરચોક સ્થિત અક્ષર રેસિડેન્સી વિસ્તારમાં ત્રણ દિવસે વીજપૂરવઠો ફરી એકવાર સ્થાપિત થઇ શક્યો છે પરંતુ અહીં હજી પણ પીવાના તેમજ વાપરવાના પાણીની સમસ્યા યથાવત જોવા મળી છે.
શહેરમાં જ્યાં જ્યાં વરસાદી પાણી ઉતર્યા છે ત્યાં ત્યાં અસહ્ય ગંદકી જોવા મળી રહી છે જેના કારણે દુર્ઘંધ અને રોગચાળાની સ્થિતિ સર્જાઈ છે બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.8 વિસ્તારમાં સ્વચ્છતા શરૂ કરી છે સાથે સાથે દવા છંટકાવની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. શહેરમાં જ્યાં જ્યાં વરસાદી તથા વિશ્વામિત્રી નદીના પાણી ઓસર્યા છે ત્યાં મૃત જીવજંતુઓ તથા અસહ્ય ગંદકી સાથે સાથે દુર્ગંધ નું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક યુધ્ધના ધોરણે શહેરમાં સ્વચ્છતા સાથે દવા છંટકાવ તેમજ લોકોના આરોગ્ય માટે સર્વે કરી દવાઓ આપવાની, પાણીમાં દવાની ગોળીઓ, ફોગિંગ સહિતની કામગીરી હાથ ધરવી પડશે જેથી શહેરમાં પૂરના પાણી ઓસર્યા બાદ બિમારી ન ફેલાય.

Most Popular

To Top