કુલ 52 કોરોનાના દર્દીઓમાંથી સોમવારે 2 દર્દીઓ ડિસ્ચાર્જ થતાં કુલ 27 દર્દીઓ ડિસ્ચાર્જ થયાં હાલમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 25 પર
તમામ 25 કેસો હોમ આઇસોલેશન હેઠળ
(પ્રતિનિધિ) વડોદરા તા.16
શહેરમાં વિતેલા 48 કલાકમાં વધુ 9 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા જેની સાથે અત્યાચાર સુધીમાં વડોદરા શહેરમાં કુલ 52 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંથી સોમવારે 2 દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ થયાં હતાં એમ કુલ અત્યારસુધી 27 દર્દીઓ સાજા થઈ ડિસ્ચાર્જ થયાં છે જેના કારણે સોમવારે 25 કેસો જેઓ હોમ આઇસોલેશન હેઠળ છે.કુલ 378 લોકોને તપાસવામાં આવ્યા હતા.
દેશમાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે જેમાં ગુજરાત રાજ્ય હજી પણ બીજા ક્રમે ચાલી રહ્યું છે ત્યારે વડોદરા શહેરમાં વિતેલા 48 કલાકમાં વધુ 9 કોરોનાના એક્ટિવ કેસો સામે આવતા અત્યાર સુધીમાં કુલ 52 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે જેમાંથી સોમવારે 2 દર્દીઓ સારાં થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ જાહેર કરતાં અત્યાર સુધીમાં કુલ 27 દર્દીઓ ડિસ્ચાર્જ થયાં છે અને હાલમાં શહેરમાં કુલ 25 કોરોના પોઝિટિવ દર્દીઓ છે જે તમામ હોમ આઇસોલેશન હેઠળ છે. સોમવારે આવેલા કુલ 9 નવા કેસોમાં મહિલા 04 અને 05 પુરુષ દર્દીઓ કોરોના પોઝિટિવ જણાયા છે જેમાં 19 થી 60 વર્ષની ઉંમરના 7 કેસ છે જ્યારે 60 થી વધુ ઉંમરના અન્ય 2 કેસો નોંધાયા છે. આ નવા કેસો ફતેગંજ,બિલ,આદર્શનગર, ગોકુલનગર,સમા, દંતેશ્વર, ગોરવા તથા અટલાદરા વિસ્તારોમાંથી નોંધાયા છે.
ઝોન મુજબ શહેરના પૂર્વ ઝોનમાંથી 07, પશ્ચિમ ઝોનમાંથી 24, ઉતર ઝોનમાંથી 13 તથા દક્ષિણ ઝોનમાંથી 08 મળીને અત્યાર સુધીમાં કુલ 52 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે.વડોદરામાં અત્યાર સુધીમાં એક પણ કોરોનાથી મૃત્યુ નથી થયું જે શહેર માટે રાહતના સમાચાર છે.