*શહેરના પ્રતાપનગર ત્રણ રસ્તા પાસે પતંગનો દોરો આવી જતાં સ્કુટર સવાર ઘવાયો*
શહેરમાં ઉતરાયણ પર્વે ચાલીસ થી વધુ લોકો પતંગના દોરાથી, પડી જવાથી ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે શહેરના ગોરવા વિસ્તારમાં રહેતો વધુ એક યુવક પતંગના દોરાથી ઇજાગ્રસ્ત થયો છે. ગતરોજ તે પ્રતાપનગર ત્રણ રસ્તા પાસેથી પોતાનું સ્કૂટર લઈને પસાર થતો હતો તે દરમિયાન પતંગો દોરો આવી જતાં ઇજાગ્રસ્ત થયો હતો જેને સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગર ખાતે રહેતા પાંત્રીસ વર્ષીય ઇમરાન અબ્બાસ ચૌહાણ નામનો યુવક ગત તા. 15મી જાન્યુઆરીના રોજ સાંજે સાત વાગ્યાના અરસામાં શહેરના પ્રતાપનગર ત્રણ રસ્તા પાસેથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક પતંગનો દોરો આવી જતાં તેના જમણા કાનના આગળના ભાગમાં ઇજાઓ થતાં તેની અસર આંખ પર પણ જોવા મળી હતી.બનાવને પગલે તેમને એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર હેઠળ તેઓ ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.