શહેરના મહત્તમ તાપમાનમાં 4 ડીગ્રી સેલ્સિયસ ના ઘટાડા સાથે મહત્તમ તાપમાન 27.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 83% જેટલું રહેવા પામ્યું હતું
(પ્રતિનિધિ) વડોદરા તા.04
રાજ્યમાં હાલમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય બની હોવાને કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં તથા ઉત્તર ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે મધ્ય ગુજરાતમાં પણ મધ્યમ વરસાદ થવાની શક્યતા છે ત્યારે ગુરુવારે શહેરમાં દિવસ દરમિયાન હળવો વરસાદ વરસ્યો હતો જ્યારે સાંજે પાંચ વાગ્યા બાદ વરસાદી ઝાપટું પડતાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં રાત્રે આઠ વાગ્યા સુધીમાં વડોદરામાં 17મીમી વરસાદ નોંધાયો હતો જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો નોકરિયાત વર્ગ તથા શાળા, ખાનગી ટ્યુશન થી પરત ફરતા વિધ્યાર્થીઓ ને હાલાકી ભોગવવી પડી હતી.

હાલમાં દેશના પૂર્વ ભાગમાં લો પ્રેશર સિસ્ટમ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ લાઈન, મોન્સૂન ટ્રફ સક્રિય થવાના કારણે આગામી ત્રણ દિવસ ખૂબ જ ભારે રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.બીજી તરફ રાજ્યમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે આગામી તા 09 સપ્ટેમ્બર દરમિયાન ધોધમાર વરસાદ ખાબકવાની શક્યતા છે.હવામાન વિભાગે આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત માટે અત્યંત ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. હવામાન વિભાગ મુજબ અહીં ધોધમાર વરસાદની શક્યતા છે. સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તથા ઉત્તર ગુજરાતમાં પણ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ મધ્ય ગુજરાતમાં પણ મધ્યમ થી ભારે વરસાદની સંભાવના છે. મધ્ય પ્રદેશ સહિત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં પાણીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે પાણી છોડવામાં આવી રહ્યું હોય નદી કાંઠાના વિસ્તારોમાં લોકોને સાવચેતીના ભાગરૂપે સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવી રહ્યાં છે ત્યારે વડોદરા શહેરમાં ગુરુવારે દિવસ દરમિયાન હળવો વરસાદ પડ્યો હતો જ્યારે સાંજે પાંચ વાગ્યા થી ભારે વરસાદી ઝાપટાથી શહેરના કેટલાક રાજમાર્ગો પર વરસાદી પાણી ભરાયાં હતાં શહેરમાં રાત્રે આઠ વાગ્યા સુધીમાં 17મીમી વરસાદ ખાબક્યો હતો જેના કારણે વાહનચાલકો ને નોકરિયાત વર્ગ તથા શાળા અને ટ્યૂશનથી ઘરે જતા વિદ્યાર્થીઓ સહિત નાગરિકોને હાલાકી ભોગવવી પડી હતી. કેટલીક જગ્યાએ પાલિકા દ્વારા ફ્લાય ઓવર બ્રીજ ની કામગીરી અને બીજી તરફ વરસાદી પાણી ને કારણે ટ્રાફિક જામ ની સમસ્યા ઉભી થઈ હતી. વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં રાત્રે આઠ વાગ્યા સુધીમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો જેમાં સાવલી તાલુકામાં 17મીમી, વડોદરા 17મીમી, વાઘોડિયા તાલુકામાં 16મીમી, ડભોઇ તાલુકામાં 6મીમી, પાદરા તાલુકામાં 24મીમી, કરજણ તાલુકામાં 5મીમી, શિનોર તાલુકામાં 17મીમી તથા ડેસર તાલુકામાં 9મીમી વરસાદ નોંધાયો હતો.
શહેરના વિવિધ જળાશયોની જળસપાટી રાત્રે 8 વાગ્યા સુધીમાં (ફૂટમાં)
આજવા સરોવર 212.54 ફૂટ
પ્રતાપપુરા સરોવર 222.30 ફૂટ
વિશ્વામિત્રી નદીની વિવિધ સ્થળોની જળસપાટી રાત્રે 8 વાગ્યા સુધીમાં (ફૂટમાં)
અકોટા બ્રિજ 10.73 ફૂટ
બહુચરાજી બ્રિજ 2.87 ફૂટ
કાલાઘોડા બ્રિજ 8.26 ફૂટ
મંગલ પાંડે બ્રિજ 8.00 ફૂટ
મુજમહુડા બ્રિજ 8.52 ફૂટ
સમા -હરણી બ્રિજ 8.03 ફૂટ
વડસર બ્રિજ 6.18 ફૂટ