વડોદરા, તા.14
વડોદરા શહેરની મધ્યમાં આવેલી કલેક્ટર કચેરીમાં વાહન પાર્કિંગ સહિતની સુવિધા ને લઈ 25.56 કરોડના ખર્ચે વેક્સિન ગ્રાઉન્ડ ખાતે રજવાડી ઠાઠથી સુસજ્જ નવી કલેકટર કચેરી આકાર પામી પરંતુ અહીં પણ અંદાજે 100 જેટલી કાર અને 300 જેટલા ટુ વ્હિલર પાર્ક થઈ શકે તેમ હોય વાહન પાર્કિંગની અસુવિધા ઉભી થશે નહિ. શહેર મધ્યમાં આઝાદી પૂર્વે કોઠી ખાતે આકાર પામેલ જિલ્લા કલેકટર કચેરી સહિત અહીં હાલમાં અન્ય કચેરીઓ પણ કાર્યરત છે ત્યારે કચેરી સંકુલમાં આવતા મુલાકાતઓના વાહન પાર્કિંગ સહિતને અનેક સમસ્યાઓને લઈ નવી કચેરી બનાવવી એવી જરૂર હતી.
ત્યારે રાજ્ય સરકારમાંથી વિશેષ મંજૂરી તેમજ 25.56 કરોડની ગ્રાન્ટ મેળવી વેક્સિન ગ્રાઉન્ડ ખાતે નવી કચેરી બનાવવાની શરૂઆત થઈ હતી આજે ઓપીરોડ પર મુખ્ય માર્ગને અડીને રજવાડી ઠાઠમાઠથી નવીન કચેરી તૈયાર કરવામાં આવી હતી હાલમાં કચેરીનું કામકાજ પૂર્ણ થઈ જતા ફર્નિચરની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ કચેરીમાં જિલ્લા કલેકટર ઉપરાંત અધિક નિવાસી કલેકટર અને સાત ડેપ્યુટી કલેકટરની ઓફિસો પણ તૈયાર કરવામાં આવી છે. પરંતુ આટલા કરોડ ખર્ચ્યા બાદ પણ જૂની કલેકટર કચેરીમાં જે વાહન પાર્કિંગની સમસ્યા હતી તે જ સમસ્યા અહીં સમસ્યા ઉદભવે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. નવીન વધારેમાં વધારે 100 જેટલી કાર અને 350 જેટલા ટુવિલર પાર્ક થઈ શકે તેવી સુવિધા હાલમાં જોવા મળી રહી છે ત્યારે આગામી વર્ષોમાં જ્યારે પણ મુલાકાતઓને ધસારો રહેશે ત્યારે પુનઃ નવીન કચેરીમાં પણ એક્સન કરવાની જરૂર પડે તે ચોક્કસ દેખાઇ રહ્યું છે. વેક્સિન ગ્રાઉન્ડ ખાતે તૈયાર થયેલા નવીન જિલ્લા કલેકટરની કચેરી લોકસભાની ચૂંટણી બાદ ગમે ત્યારે લોકાર્પણ થઈ શકે છે ત્યારે વહેલી તકે વાહનોના પાર્કિંગની વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે દિશામાં પ્રયત્ન કરવો રહ્યો..
શહેરમાં ઓપી રોડ પર 25.56 કરોડના ખર્ચે આકાર પામી નવી કલેકટર ઓફિસ
By
Posted on