Vadodara

શહેરની લેન્ડ ફીલ સાઈટ ઉપર ડિસ્પ્લેમાટે આદેશ, પરંતુ પાલન નહી

વડોદરા: શહેરમાં ડોર ટુ ડોર સેવામાં એક બાદ એક ખુલાસાઓ થઇ રહ્યા છે. કેટલાક અધિકારીઓ તેઓને સાચવી રહ્યા હોવાનું પણ બહાર આવ્યું છે ત્યારે આખા શહેરનો કચરો જ્યાં ઠલવાય છે તે લેન્ડ ફીલ સાઈટ ઉપર વજન કાંટાની બહાર મોટી ડિસ્પ્લે મુકવાના આદેશ કરાયા છે છતાં તે ડિસ્પ્લે મુકવામાં આવી નથી. ત્યારે વજનમાં પણ ગફલો થઇ રહ્યો જોવાનું આશંકા સેવાઈ રહી છે.

પાલિકા તંત્ર પારદર્શી વહીવટ ઉપર જોર આપી રહી છે. અને દરેક એજન્સી પારદર્શિતા વાપરે તેમ પણ ઈચ્છી રહી છે પરંતુ કેટલીક એજન્સીઓ આ આદેશોને ઘોળીને પી ગઈ છે. આવું જ કઈ લેન્ડ ફીલ સાઈટ ઉપર પણ જોવા મળી રહ્યું છે. એક અઠવાડિયા અગાઉ લેડ ફીલ સાઈટ ઉપર મોટી ડિસ્પ્લે મુકવા માટેના આદેશ કરવામાં આવ્યા હતા જેથી જે વજન કરવામાં આવે તે બહારની તરફ પણ દેખાય અને તેને નોંધી શકાય પરંતુ આજદિન સુધી આ ડિસ્પ્લે મુકવામાં આવી નથી. પાલિકા દ્વારા જે તે એજન્સીને જે ચુકવણું કરવામાં આવે છે તે વજનને આધારે કરવામાં આવે છે.

 ત્યારે આ વજનમાં પણ ગફલો જોવા મળે છે. અને કેટલાક ડોર ટુ ડોર ના ચાલકો અથવા તો સંચાલકો દ્વારા ગાડીમાં પથ્થરો પણ ભરી દેવામાં આવે છે અને તેનું વજન વધારવાના પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.  ત્યારે આ ગોટાળો સામે લાવવા માટે જ ડિસ્પ્લે લગાવવા માટે જણાવવામાં આવ્યું હતું પરંતુ તે હાલ સુધી થઇ શક્યું નથી. જો કે આ અંગે પાલિકાના આઈ.ટી. વિભાગના હેડ મનીષ ભટ્ટનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે થઇ શક્યો ન હતો.

Most Popular

To Top