રિક્ષામાં થેલો લઈને બેઠેલા બે પરપ્રાંતીય ઇસમો પાસેથી અંગ્રેજી શરાબની 24નંગ બોટલ જેની આશરે કિંમત રૂ 36,096 રોકડ રકમ રૂ 1120, ત્રણ મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ 15,000તથા ઓટોરીક્ષા જેની અંદાજે કિંમત રૂ 80,000મળીને કુલ રૂ 1,32,216 નો મુદ્દામાલ કબજે કરી સયાજીગંજ પોલીસે કાર્યવાહી હાથ ધરી
(પ્રતિનિધિ) વડોદરા તા. 22
શહેરના સયાજીગંજ વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રેલવે સ્ટેશનના ઇન ગેટ પાસે ઓટોરીક્ષા માં ભારતીય શરાબ મંગાવનાર તેમજ બે અન્ય ઇસમોને ભારતીય બનાવટના અંગ્રેજી દારૂ ની અલગ અલગ બ્રાન્ડની 24 નંગ બોટલ જેની આશરે કિંમત રૂ 36,096,રોકડ રકમ રૂ 1120, ત્રણ મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ 15,000તથા ઓટોરીક્ષા જેની આશરે કિંમત રૂ 80,000મળીને કુલ રૂ 1,32,216 નો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કર્મીઓ સાથે પીસીબીને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રેલવે સ્ટેશનના ઇન ગેટ પાસે એક ઓટો રિક્ષા જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-બી.ડબલ્યુ.- 2228 ના ચાલકે અંગ્રેજી દારૂ મંગાવ્યો હોય રીક્ષા લઈને ઉભો હોવાની માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બે ઇસમો પોતાના ખભા પર એક એક થેલો રાખીને રીક્ષામાં બેસતાં જ પોલીસે રીક્ષાને કોર્ડન કરી પૂછપરછ કરતાં રીક્ષા ચાલક નું નામ રાકેશ જયંતીભાઈ ઠાકોર (રહે.વુડાના મકાન, તરસાલી) નો હોવાનું જણાવ્યું હતું તથા પાછળ પેસેન્જર સીટ પર બેઠેલા રતીભાન બબ્ન મોર્યા (રહે.જોનપુર,ઉ.પ્ર.) તથા રાકેશ સતીષચંદ્ર વિશ્વકર્મા (રહે.જોનપુર,ઉ.પ્ર) ના હોવાનું જાણાવ્યુ હતું તેઓ પાસેથી થેલામાંથી વિદેશી બ્રાંડ ની દારુની 24 નંગ બોટલો જેની આશરે કિંમત રૂ 36,096 તથા અંગજડતી દરમિયાન રાકેશ ઠાકોર પાસેથી રોકડ રકમ રૂ 1,000તથા વીવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ 5,000, રતીભાન મોર્યા પાસેથી રોકડ રકમ રૂ 120, તથા રીયલમી કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ 5000 તથા રાકેશ વિશ્વકર્મા પાસેથી રેડમી કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ 5,000તથા બજાજ સી.એન.જી. ઓટો રિક્ષા જેની અંદાજે કિંમત રૂ 80,000મળીને કુલ રૂ. 1,32,216 ના મુદામાલ સાથે ત્રણેયને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .
