Vadodara

શહેરના રાજમહેલ રોડ સ્થિત મરીમાતાના ખાંચામાં પાલિકાની દબાણશાખાનુ રાત્રે 11વાગ્યે એક્શન..

ગેરકાયદેસર દબાણો હટાવાયા.

છેલ્લા ઘણા સમયથી અહીં દબાણોને કારણે ઇમરજન્સી વાહનો આવી શકે તેમ ન હતા તથા સ્થાનિકોને પણ હાલાકી હતી.

સ્થાનિક ધારાસભ્ય, કાઉન્સિલરો તથા શહેર ભાજપ પ્રમુખ દ્વારા પણ મ્યુનિ. કમિશનર ને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.

વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાંથી અનેક નાના મોટા ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા હતા પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી મોબાઇલ માર્કેટ તરીકે ઓળખાતા મરીમાતાના ખાંચામાં ગેરકાયદેસર દબાણો નો જાણે રાફળો જામ્યો હોય અહીં સ્થાનિકો તથા વેપારીઓ વચ્ચે ગેરકાયદેસર પાર્કિગ તથા દબાણો મુદ્દે ચકમક ઝરતી હતી થોડા દિવસો પહેલા અહીં એક વ્યક્તિ બિમાર પડતા ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ અંદર આવી શકે તેમ ન હતી તે જ રીતે અગાઉ અહીં આગ લાગવાના બનાવ સમયે ફાયરબ્રિગેડને ભારે તકલીફ થઇ હતી અને સાથે સાથે સમયનો બગાડ પણ થયો હતો. અહીં ઘણા પરપ્રાંતીયો દ્વારા મોબાઈલ તથા એસેસરીઝનો ધંધો કરી રહ્યા છે થોડાક દિવસો પહેલાં મિડિયા ના લોકો સાથે કેટલાક મોબાઇલના વેપારીઓ સાથે મગજમારી થઇ હતી જેમાં ડુપ્લિકેટ એસેસરીઝનો વિવાદ સર્જાતા ગતરોજ સાંજે ચાર વાગ્યે રેડ કરી ડુપ્લીકેટ એસેસરીઝ ઝડપી પાડી હતી ત્યારબાદ રાત્રે વડોદરા મહાનગરપાલિકાના દબાણશાખાની ટીમ મરીમાતાના ખાંચામાં ત્રાટકી હતી અને ગેરકાયદેસર દબાણો શેડ તથા ઓટલા ના દબાણો દૂર કર્યા હતા તથા બીજા દિવસે પણ એક્શન લેવામાં આવી હતી. અહીં સ્થાનિક ધારાસભ્ય, મ્યુનિ. કાઉન્સિલરો તથા શહેર ભાજપ પ્રમુખ દ્વારા પણ મ્યુનિ. કમિશનર ને ગેરકાયદેસર દબાણો અંગે રજૂઆતો કરાઇ હતી આખરે પાલિકાની દબાણશાખાનુ એક્શન ગત રાત્રે શરૂ થયું હતું. સાથે સાથે અહીં પરપ્રાંતીયો સહિતના ભાડેથી રહેણાંક દૂકાનોનો સર્વે પણ કરવામાં આવશે તેમ મ્યુનિ. કાઉન્સિલર જાગૃતિબેન કાકાએ જણાવ્યું હતું.

Most Popular

To Top