છેલ્લા 17 વર્ષોથી મંડળ દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે
ભક્તો દાડમની માનતા રાખે છે અને શ્રીજી તેઓની મનોકામનાઓ પૂર્ણ કરતા હોવાની આસ્થા..
શહેરના માંજલપુર વિસ્તારમાં વર્ષ 2008થી શ્રાીજીની સ્થાપના કરવામાં આવે છે. 17વર્ષથી મંડળ દ્વારા સ્થાપિત કરતા શ્રીજીને લોકો ઈચ્છાપૂર્તિ ગણેશ પણ કહે છે. લોકો અહીંયા દાડમની માનતા રાખે છે અને ઈચ્છાપૂર્તિ ગણેશ તેમની માનતા અચૂક પૂર્ણ કરે છે. જે ઇચ્છાપૂર્તિ ગણેશજીનો આગમન ઉત્સવ ૨ સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો. જે વિશે માહિતી આપતા મંડળના પ્રમુખ મિનેષ તહિલિયાનીએ જણાવ્યું હતું કે, આ વર્ષે 25ફૂટ ઉંચી શ્રીજીની ઇકોફ્રેન્ડલી ફાઈબરની પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે. જે પહેલા મૂર્તિકાર ભરત કહારના વર્કશોપથી ગણેશજીના આગમન ઉત્સવની શરૂઆત કરાઇ હતી. જે ઉત્સવની શરૂઆત વાઘોડિયા રોડથી કરાઇ હતી. પ્રભુની આગમન યાત્રા વાઘોડિયાથી ડભોઇ રોડ થઇને પ્રતાપનગર બ્રીજ થઇને બરોડા ડેરી પાસેથી પસાર થઇને કબીર કોમ્પ્લેક્ષથી થઇને તુલસી ધામ ચાર રસ્તાથી પસાર થઇને માંજલપુર નાકાથી ઈચ્છાપૂર્તિ ગણેશ પંડાલ સુધી પહોંચી હતી. સમગ્ર યાત્રા દરમિયાન પારંપારિક વાદ્યો અને ડીજેના સૂરે ભક્તો શ્રીજીમય બન્યા હતા.