સોફિયા પાર્ક મધુનગર બ્રિજ પાસેના મેઇન રોડ પરથી રખડતાં પશુને પકડી લાલબાગ ખાતે ઢોર ડબ્બામાં મૂકવામાં આવ્યું
(પ્રતિનિધિ) વડોદરા તા. 05
વડોદરા મહાનગરપાલિકાના દબાણ અને સિક્યુરિટી શાખા દ્વારા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા સોફિયા પાર્ક, મધુનગરબ્રિજ નજીક મેઈન રોડ પર રખડતાં પશુને પકડી લાલબાગ ઢોર ડબ્બામાં મૂકવામાં આવ્યું સાથે જ ઇરાદાપૂર્વક પશુ રખડતું મૂકનાર પશુપાલક વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી.
શહેરમાં અવારનવાર રખડતાં પશુઓને કારણે અકસ્માતના બનાવો બની રહ્યાં છે લોકો ભોગ બની રહ્યા હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા તટસ્થતાથી કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે શહેરમાં રખડતાં પશુઓનો આતંક જોવા મળી રહ્યો છે સાથે જ જાણે પશુપાલકોને કાયદાનો કોઈ ડર રહ્યો ન હોય અને લોકોની જીંદગી ની કોઇ કિંમત જ ન હોય તેમ ઇરાદાપૂર્વક શહેરના રાજમાર્ગો પર પોતાના પશુઓને રખડતાં મૂકી નાગરિકો,વાહનદારીઓ માટે જોખમ ઉભું કરી રહ્યા છે.ત્યારે વડોદરા મહાનગરપાલિકાના દબાણ અને સિક્યુરિટી વિભાગ હસ્તકના ઢોર શાખાના આઇ સી કેટલ પોન્ડ સુપરવાઇઝર નરેશ સિંહ ઝાલા તથા ઢોરપાર્ટીના સુપરવાઇઝર કિરણકુમાર ગિરનાર પોલીસ કર્મી તથા ઢોર શાખાના કર્મીઓ દ્વારા ગત તા.02 એપ્રિલ,2025 ના રોજ રાત્રે આશરે સવા દસ વાગ્યે ગોરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા સોફિયા પાર્ક મધુનગરબ્રિજ નજીક મેઇન રોડ પરથી એક રખડતાં પશુને પકડી લાલબાગ ઢોર ડબ્બામાં મૂકવામાં આવ્યું હતું. આ ઇરાદાપૂર્વક લોકોને જોખમાય તે રીતે રખડતાં ઢોર મૂકનાર ગોરવા રબારીવાસના ઢોર માલિક રબારી શાંતાબેન ધુળાભાઇ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
