- 54 ક્વાર્ટર્સના રહીશોએ વિરોધ પ્રદર્શિત કર્યો
- છેલ્લા એક મહિનાથી દુષિત પાણીના કારણે પ્રજા પરેશાન
શહેરમાં દુષિત પાણીના કારણે અનેક વિસ્તારના લોકો પરેશાન થઇ ઉઠ્યા છે ત્યારે પૂર્વ વિસ્તારમાં આવેલા 54 ક્વાર્ટર્સના રહીશો છેલ્લા એક મહિનાથી આ સ્થિતિનો સામનો કરી રહ્યા છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં તાજેતરમાં જ પાણી અંગે રજૂઆત કરવા ગયેલા એક વ્યક્તિનું કારણે મૃત્યુ થયું હતું જો કે ત્યાર બાદ પણ પાલિકા હજુ જાગી નથી. અને પૂર્વ વિસ્તારમાં જ આવેલા 54 ક્વાર્ટર્સ ખાતે રહીશો દુષિત પાણીના કારણે પરેશાન થઇ ગયા છે. છેલ્લા એક મહિનાથી આ વિસ્તારમાં દુષિત પાણી આવી રહ્યું છે. સ્થાનિકો દ્વારા અનેકવિધ રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સાંજે એક જ સમય આ વિસ્તારમાં પાણી મળે છે અને તે પણ અડધા કલાક સુધી દુષિત આવે છે જયારે શુદ્ધ પાણી આવે ત્યાં સુધી તો પાણી જવાનો સમય થઇ જાય છે. ત્યારે રહીશો દ્વારા પોતાની પીડા વ્યક્ત કરવામાં આવી હતી અને તેઓની નિરાકરણ આવે તેવી માગ કરી હતી
ઓનલાઇન ફરિયાદ કરી કરીને થાક્યા
છેલ્લા કેટલાય સમયથી આ સમસ્યા છે. અહીંના રહીશો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છે. ઓનલાઇન ફરિયાદો કરી કરીને લોકો થાકી ગયા છે છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. પાણી માટે હલથી જ વલખા મારવા પડે છે તો આગામી સમયમાં ઉનાળામાં શું થશે તેની ચિંતા સતાવે છે – ગીતાબહેન પરમાર, સ્થાનિક
રોજ વેચાતું પાણી મંગાવવું પડે છે.
પાલિકામાં અમે પાણીનો વેરો ભરીએ છે છતાં પીવાનું શુદ્ધ પાણી નથી મળતું અને તેના કારણે અમારે રોજ વેચાતું પાણી લાવવું પડે છે. અમે મધ્યમ વર્ગના લોકો છે ત્યારે પાણી માટે બને તરફ નાણાં ખર્ચવા પડે છે. સ્થાનિક કોર્પોરેટર પણ કઈ કરતા નથી – ઉર્મિલાબહેન પરમાર , સ્થાનિક