શહેરના એસ.એસ.જી.હોસ્પિટલના વોર્ડ -14ના પાર્કિંગમાથી એક્ટિવા ની ચોરી
શહેરના સમતા વિસ્તારમાં આવેલા ફ્લેટના પાર્કિગમાંથી મોટરસાયકલ ની ચોરી
દુમાડ ચોકડી પાસે આવેલા ગાર્ડન નજીક પાર્ક કરેલા મોટરસાયકલ ની ચોરી
(પ્રતિનિધિ) વડોદરા તા. 12
શહેરના ત્રણ અલગ અલગ વિસ્તારો જેમાં એસ.એસ.જી.હોસ્પિટલના વોર્ડ નં.14સામે એક્ટિવા પાર્ક કરી યુવક માતાની ખબર જોવા ગયો અને અંદાજે રૂ.25,000ના એક્ટિવાની ચોરી થઈ હતી, જ્યારે સમતામાં રહેતા યુવકની મોટરસાયકલ ફ્લેટના પાર્કિગમાં પાર્ક કરી હતી તે અંદાજે રૂ.45000 ની કિંમતના મોટરસાયકલ ની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોધાઇ છે.તથા દુમાડ ચોકડીના ગાર્ડન પાસે મોટરસાયકલ પાર્ક કરીને નોકરી ગયેલ યુવકની આશરે રૂ.18000ની કિંમતની મોટરસાયકલ ચોરાઈ જતાં સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
એસ.એસ.જી.હોસ્પિટલના વોર્ડ -14 સામેના પાર્કિગમાંથી એક્ટિવાની ચોરી
શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી વિવિધ વાહનોની ચોરીના બનાવો બનવા પામ્યા છે જેમાં પ્રથમ બનાવમાં શહેરના કુંભારવાડા ફળિયામાં રહેતા પ્રદીપકુમાર ઘનશ્યામભાઈ પ્રજાપતિ પોતાના પરિવાર સાથે રહે છે અને ખેતીકામ કરે છે તેઓ ગત તા. 11મી ફેબ્રુઆરીના રોજ એસ.એસસ.જી.હોસ્પિટલના માનસિક રોગ વિભાગમાં તેમના માતાને સારવાર માટે દાખલ કરેલ હોય પોતાના મિત્રના પુત્ર યશકુમાર અશ્વિનભાઈ ભટ્ટની એક્ટિવા જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-એલડી-5062 લઇને હોસ્પિટલમાં ગયા હતા જ્યાં તેમણે હોસ્પિટલના વોર્ડ નં.14 સામે એક્ટિવા પાર્ક કરી પોતાની માતા પાસે રોકાયા હતા અને બીજા દિવસે સવારે પોણા અગિયારની આસપાસ તેઓ કામ માટે નીચે આવ્યા હતા જ્યાં પાર્ક કરેલ એક્ટિવા જેની આશરે કિંમત રૂ.25,000ની ન જણાતાં આસપાસ તપાસ કરી હતી પરંતુ એક્ટિવા મળી ન હતી જે અંગેની રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
સમતા વિસ્તારમાં ઉર્વશી ફ્લેટના પાર્કિગમાંથી મોટરસાયકલ ની ચોરી
મૂળ મહેસાણા જિલ્લાના દેવરાસણ ગામના વતની અને હાલમાં વડોદરા શહેરના સમતા વિસ્તારમાં સ્વામી વિવેકાનંદ સાઇટ્સની પાછળ આવેલા ઉર્વશી ફ્લેટના મકાન નંબર બી -202મા રહેતા દિવ્યરાજ દશરથભાઇ ગઢવી પોતાના પત્ની સાથે રહે છે અને ભાઇલાલ અમીન જનરલ હોસ્પિટલમાં પરચેઝ વિભાગમાં ફરજ બજાવે છે તેમણે પોતાના ઉપયોગ માટે વર્ષ -2021મા હોન્ડા કંપનીની સીડી 110 મોટરસાયકલ જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -02-ડીએલ-5552 ખરીધ્યું હતું તે મોટરસાયકલ ગત તા. 08ફેબ્રુઆરીના રોજ પોતાના ફ્લેટના પાર્કિગમાં રાત્રે સાડા આઠ વાગ્યે પાર્ક કરી સુઈ ગયા હતા અને બીજા દિવસે બપોરે આશરે ત્રણ વાગ્યે તેઓ પાર્કિગમાં આવીને જોતાં મોટરસાયકલ જણાઇ ન હતી જેથી આસપાસ તપાસ કરી હતી પરંતુ મોટરસાયકલ જેની આશરે કિંમત રૂ 45,000 ની અને તેમાં બે લિટર જેટલું પેટ્રોલ હોય તે ચોરી થયાની અરજી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં કરી હતી જેની તા.11 ફેબ્રુઆરીના રોજ એફ આઇ આર નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
શહેરના દુમાડ ચોકડી નજીક ગાર્ડન પાસે મોટરસાયકલ પાર્ક કરી યુવક બસમાં નોકરી પર ગયો અને મોટરસાયકલ ચોરાઇ
શહેરના છાણી વિસ્તારમાં આવેલા નર્મદા કેનાલ પાસેના અભય નગરના મકાન નંબર 60મા રહેતા અજયભાઇ મહેશભાઇ સવાણી નામનો યુવક પોતાના માતા પિતા સાથે રહે છે અને ગોઠડા ખાતે આવેલા બજાજ હેલ્થ કેર લિમિટેડ કંપનીમાં ફરજ બજાવે છે તેમણે પોતાના અંગત ઉપયોગ માટે વર્ષ -2016 માં હીરો પેશન પ્રો મોટરસાયકલ જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-કેએફ-6972 ખરીદી હતી.તે મોટરસાયકલ લઈને ગત તા. 25મી જાન્યુઆરી,2025ના રોજ નોકરી પર જવા નિકળ્યા હતા અને દુમાડ ચોકડી પાસે આવેલા ગાર્ડન પાસે રાબેતામુજબ મોટરસાયકલને લોક મારી પાર્ક કરીને કંપનીની બસમાં બપોરે દોઢ વાગ્યે નોકરી પર ગયા હતા અને રાત્રે બાર વાગ્યા પહેલાં પરત આવ્યા હતા અને પાર્કિંગ વાળી જગ્યાએ ગયા હતા જ્યાં તેમની મોટરસાયકલ જેની આશરે કિંમત રૂ 18,000 ન મળતાં તેમણે આસપાસ તપાસ કરી હતી છતાં મોટરસાયકલ ન મળતાં મોટરસાયકલ ચોરી અંગેની સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.