વડોદરા: શહેર પોલીસ આખું વર્ષ 24 કલાક મહેનત કરીને વિવિધ ગુનાઓની ડિટેક્ટ કરતી હોય છે પરંતુ કેટલાક ગુનાઓનો નિકાલ કરવાનો બાકી રહી જાય છે વર્ષ 2021 દરમિયાન શહેરના ચાર ઝોનમાં સમાવેશ થતા વિવિધ પોલીસ સ્ટેશનોમાં 8010 કેસ નોંધાયા હતા જે પૈકીના 7,980 પોલીસ દ્વારા નિકાલ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે 230 ગુનાઓ પેન્ડિંગ રહી ગયા હતા. વર્ષ 2021માં પેન્ડિંગ રહી ગયેલા 230 કેસ સાથે વર્ષ 2022ના અંત સુધીમાં 3296 એફઆઇઆર વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેમાંથી 2678 નો નિકાલ વર્ષ દરમિયાન કરી દેવામાં આવ્યો છે જ્યારે 618 કેશો નો નિકાલ નહીં થતાં પેન્ડિંગ રહી ગયા છે.
શહેર પોલીસે નવા વર્ષ ની કામગીરી દરમિયાન 618 કેસ ની સાથે લઈ કાર્યવાહી કરવી પડશે
વર્ષ 2022 માં સૌથી વધારે ડીસીપી ઝોન-1 માં 1015 કેસ નોંધાયા હતા. જોન વન માં આવતા ફતેગંજ પોલીસ સ્ટેશનમાં 274 ફરિયાદ નોંધાય હતી જ્યારે સૌથી ઓછી એફઆઇઆર ઝોન-2ના નવાપુરા પોલીસ સ્ટેશનમા નોંધાઈ હતી. ડીસીપી ઝોન -3માં સૌથી વધુ 195 કેસનો નિકાલ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે વર્ષ દર વર્ષે ના વર્ષની શરૂઆત પોલીસ દ્વારા નવા કેસની સાથે પ્રારંભ કરવાનો પ્રયાસ કરતી હોય છે.વર્ષના અંત સુધી માં તમામ પોલીસ સ્ટેશનમાં નોંધાતા વિવિધ કેસોનો નિકાલ થઈ જાય અને ઝીરો પેન્ડેન્સી થાય તેના માટે પ્રયત્ન કરતી હોય છે. વર્ષના અંત સુધીમાં ગુનાઓનો ગ્રાફ ન વધે તે માટે કેટલાક કેસ પેન્ડિંગ રાખતી હોય છે જે તપાસ બાદ આ ગુનાઓ નવા વર્ષમાં નોંધાતા હોય છે. પોલીસ કમિશનરેટ માં ચાર ઝોન માં 21 પોલીસ સ્ટેશન નો સમાવેશ થાય છે વર્ષ 2021 ના નિકાલ ન થયા હોય તેવા 230 કેસ સાથે વર્ષ 2022 માં આઇપીસી ની વિવિધ કલમો હેઠળ 3296 નોંધાયા હતા જેમાંથી બસ 2678 નિકાલ થઈ જતા 618 પેન્ડિંગ રહી ગયા હતા. જેથી નવા વર્ષ 2023 માં ગત વર્ષના નિકાલ કર્યા વિનાના 618 કેસ સાથે પોલીસ વિભાગે કાર્યવાહી કરવી પડશે.
ફતેગજમાં સૌથી વધુ 274 જ્યારે નવાપુરા માં સૌથી ઓછા 72 ગુના
શહેર પોલીસ વિભાગના ડીસીપી ઝોન-1મા સયાજીગંજ ફતેગંજ ગોરવા નંદેસરી છાણી લક્ષ્મીપુરા અને જવાહર નગર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022 માં 1015 નોંધાયા હતા. જે પૈકીના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં સૌથી વધુ 274 કેસ વર્ષ 2022માં નોંધાયા હતા. જ્યારે ડીસીપી ઝોન-2ના નવાપુરા રાવપુરા અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં 503 એફઆઈઆર નોંધાઈ હતી. જે પૈકીના નવાપુરા પોલીસ સ્ટેશનમાં સૌથી ઓછા કેસ 72 કેસ નોંધાયા છે.
મકરપુરા-માંજલપુરમાં 832 કેસો પૈકી 130નો નિકાલ
2022 માં જે તમામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 1015 પૈકી 875નો નીકાલ કરાયો જ્યારે 140 પેન્ડિંગ છે. ઝોન-2માં 3 પોલીસ મથકમાં નોધાયેલા 503માથી 405 કેસનો નિકાલ કરાયો હતો અને 98 નો નિકાલ બાકી છે.ઝોન-3ના પાણીગેટ વાડી મકરપુરા માંજલપુર પોલીસ સ્ટેશનમાં 832 કેશો પૈકી 130 નો નિકાલ કરાયો અને 195 પેન્ડિંગ છે તેવી જ રીતે ઝોન-4ના સીટી બાપોદ હરણી સમા કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં 946 કેસો નોંધાયા હતા જેમાંથી 776 નો નિકાલ કરાયો જ્યારે 185 નો હજુ નિકાલ બાકી છે.
ઝોન-2માં માત્ર 20 ટકા કેસનો નિકાલ કરવાનો બાકી
ડીસીપી ઝોન-2 માં ત્રણ પોલીસ સ્ટેશન નો સમાવેશ થાય છે.જે નવાપુરા રાવપુરા ગોત્રી પોલીસ મથકમાં વર્ષ 2022 દરમિયાન આઇપીસીની વિવિધ કલમો હેઠળ 503 ગુના નોંધાયા હતા જેમાંથી પોલીસ દ્વારા 405 કેસોનું નિકાલ કરી નાખ્યો હતો પરંતુ 98 કેસ સોલ્વ કરવાના બાકી રહી ગયા છે એટલે કે જોન -2માં માત્ર 19% કેસ જ બાકી છે.
ડીસીપી ઝોન -3મા સૌથી વધુ 195 કેસોનો નિકાલ કરાયો
શહેરના વિવિધ ચાર ઝોનમાં કુલ 618 કેશો નો વર્ષ2022માં નિકાલ નહીં કરાતા પેન્ડિંગ રહી ગયા હતા. જે પૈકીના ઝોન-1મા140 ઝોન-2મા 98 ઝોન-3મા 195જ્યારે ઝોન-4મા 185 પેન્ડિંગ રહી ગયા હતા જેમાંથી ઝોન3મા વર્ષ 2021 ના પેન્ડિંગ 50 કેસ સાથે વર્ષ 2022 માં 83 એસ નોંધાયા હતા.જેમાથી 630 નો નિકાલ કરી દેવામાં આવ્યો હતો ત્યારે 195 ગુનાઓ ડિટેક્ટ કરવાના બાકી રહી ગયા હતા.