ચોમાસા બાદ સરિસૃપ અને જળચર જીવોની રહેણાંક વિસ્તારમાં લટાર
(પ્રતિનિધિ) વડોદરા તા. 22
શહેરના ગોલ્ડન ચોકડી વિસ્તારમાં ગતરોજ એક યુવકને ઓફિસમાં જ પગે સાપ કરડતા યુવકને એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો જ્યાં હાલ યુવક ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.
ચોમાસાની ઋતુ તથા ત્યારબાદ જળચર તથા સરિસૃપ જીવો શહેરના રહેણાંક વિસ્તારોમાં દેખા દે છે તથા ઘણીવાર લોકો માટે જોખમી પણ બની જાય છે આવો જ એક બનાવ સામે આવ્યો છે જેમાં શહેરના ગોલ્ડન ચોકડી નજીક અલ્કેશ સહાની નામના 35 વર્ષીય યુવકને ગત રાત્રે આશરે અગિયાર વાગ્યાની આસપાસ આર એન્જિનિયરીંગ ની ઓફિસમાં પગે સાપે દંશ દેતા યુવકને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં યુવક ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી જમીનમાં સરિસૃપ અને જળચર જીવોના દરો (રહેણાંક જમીનની અંદરના સ્થાનોમાં) ભરાઇ જવાથી સરિસૃપ તથા જળચર જીવો અન્ય રહણાંકની જગ્યા શોધવામાં બહાર નિકળી આવતા હોય છે અને માનવવસવાટમાં જોવા મળે છે જે ઘણી વાર લોકો માટે જોખમી બની રહ્યાં છે.